સરકારના માનીતા અધિકારીઓને વર્દી વગરની નોકરીનો ચસકો

0
38

રાજ્યમાં એક લાખથી વધારે મહેકમ ધરાવતો વિભાગ એટલે ગૃહવિભાગ છે. ગૃહવિભાગમાં ફરજ બજાવતા ઘણા અધિકારીઓ એવા છે જે નોકરી તો ખાખીની કરે છે પરંતુ ખાખી વગર જ નોકરી કરવાનો શોખ ધરાવે છે. સરકારની સીધી દેખરેખ હેઠળ આવતી એજન્સીઓ એ પછી ક્રાઈમ બ્રાંચ હોય એટીએસ હોય કે પછી સીઆઈડી ક્રાઈમ હોય આ અધિકારીઓ આજ એજન્સીમાં જાણે કે ફરજ બજાવવી પસંદ હોય એમ એક એજન્સી થી બીજી એજન્સીમાં ફરજ બજાવે છે.

‘ગોડ ફાધર’ની મદદથી એજન્સીઓમાં જ બદલી કરાવે છે

આ એજન્સીઓમાં ફરજ બજાવવી જાણે કે રૂતબો અને સરકારની નજીક રહેવાય એવું સમજી પોતાના ‘ગોડ ફાધર’ની મદદથી એજન્સીઓમાં જ બદલી કરાવે છે. અથવા તો પોતાની થયેલી બદલીઓ અટકાવાની પણ તાકાતને પોતાની શાખ જ સમજે છે, આવી ચર્ચા તાજેતરમાં જ પદર ખર્ચે કરવામાં આવેલી પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલી બાદ પોલીસ બેડામાં થઇ રહી છે. ચર્ચા સાથે કેટલાક ડીપાર્ટમેન્ટ નાજ કર્મીઓ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે જે ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ જ ડિટેકશન કરી શકે છે ? કે પછી સરકારની નજીક હોવાના કારણે વર્દી વગર જ ખાખીની ફરજ બજાવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ પોતાના સગાઓને પણ એજન્સીઓમાં જ નોકરી પણ રખાવે છે અને બદલી પણ એજન્સીઓમાં જ કરાવે છે.
આવા કેટલાક અધિકારીઓની વાત કરીએ તો રોઝીયા બ્રધર્સ કે જેમણે વર્ષો સુધી વર્દી વગર નોકરી કરી. જાસ્મીન રોઝીયા કે જે હાલ પોલીસ સબ ઇન્સ્પેકટરના હોદ્દા ઉપર છે જે અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલમાં વર્ષો સુધી ફરજ બજાવી અને હવે ATSમાં બદલી થઇ અને પોસ્ટીંગ મેળવ્યું છે એ પછી વાત કરીએ તો તેમના ભાઈ ભાવેશ રોઝીયાએ પણ કંઈક આવી જ રીતે વર્દી વગરની નોકરી કરવાની જાણે કે આદત પડી ગઈ હોય એમ અત્યાર સુધી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી એ સમયે તેમની બદલી આવી ગઈ હોવા છતાં પોતાની બદલી રોકાવી દીધી હતી.
બાદમાં રાતો-રાત તેમની બદલી એટીએસ ખાતે થઇ હતી અને હાલમાં તે એટીએસ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચુકેલા જાડેજા બ્રધર્સે પણ આજ રીતે નોકરી કરી છે. એટલે કે આર આઈ જાડેજા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે ફરજ બજાવતા હતા એ જ સમયે તેના ભાઈ કે આઈ જાડેજાની પણ ક્રાઈમ બ્રાંચમાં એન્ટ્રી થઇ હતી.આ જાડેજા બ્રધર્સે ઘણા સમય સુધી સાથે નોકરી કરીએ એ બાદ આર આઈ જાડેજાની બદલી બરોડા થઇ અને ત્યાં પણ વર્દી વગર નોકરી કરી તો થોડા સમય અગાઉ તેમના ભાઈ કે.આઈ જાડેજાની બદલી આવી એ હાલમાં બરોડા ક્રાઈમ બ્રાંચ ખાતે ફરજ પર છે.
આવા એક અન્ય પીઆઈ પણ છે વી આર મલ્હોત્રા જે પહેલા એટીએસ ખાતે ફરજ બજાવી ચુક્યા હતા જે હવે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે. તો એટીએસ ખાતે થોડા સમય અગાઉ નીખીલ બ્રમ્હભટ્ટ કે જે એટીએસ ખાતે હતા જે હવે ક્રાઈમ બ્રાંચ ખાતે ફજર બજાવી રહ્યા છે. તો એક અન્ય અધિકારીની વાત કરીએ કે જે લગભગ ૭ વર્ષથી પણ વધારે સમય થઇ ગયો જેને વર્દી વગર જ ફરજ બજાવવાની આદત થઇ ગઈ છે.