સીબીએસઇની પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં નક્કી થશે

0
23
વિદ્યાર્થીઓના ભારને હળવો કરવા માટે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય બોર્ડ પણ આ નિયમનું અનુસરણ કરે તેવી અપેક્ષા છે. મહામારીને કારણે પ્રેક્ટિકલ પરીક્ષાનો વિકલ્પ હોઇ શકે છે.
વિદ્યાર્થીઓના ભારને હળવો કરવા માટે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય બોર્ડ પણ આ નિયમનું અનુસરણ કરે તેવી અપેક્ષા છે. મહામારીને કારણે પ્રેક્ટિકલ પરીક્ષાનો વિકલ્પ હોઇ શકે છે.

મુંબઇ: સીબીએસઇ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન)ની દસમા-બારમાની પરીક્ષા આવતા વર્ષની ફેબ્રુઆરી સુધી લેવી શક્ય ન હોવાનું કેન્દ્રીય શિક્ષણ વિભાગના પ્રધાન રમેશ પોખરિયાલે મંગળવારે જણાવ્યું હતું.શિક્ષકો સાથેની ઓનલાઇન બેઠક દરમિયાન રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે, સીબીએસઇની પરીક્ષા લેખિત પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. આજની તારીખમાં પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા તથા મોબાઇલ કે કોમ્પ્યુટર ન હોવાને કારણે તેઓ શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. આવા સંજોગોમાં ઓનલાઇન પરીક્ષા લઇ શકાય તેમ નથી. ફેબ્રુઆરી બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. વિદ્યાર્થીઓના ભારને હળવો કરવા માટે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય બોર્ડ પણ આ નિયમનું અનુસરણ કરે તેવી અપેક્ષા છે. મહામારીને કારણે પ્રેક્ટિકલ પરીક્ષાનો વિકલ્પ હોઇ શકે છે.પરીક્ષા રદ કરવી અથવા વિદ્યાર્થીઓને પાસ કરવાથી ભવિષ્યમાં તેમને ઉચ્ચ શિક્ષણ અને નોકરી મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડશે. આવું ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.