Sunday, October 4, 2026
HomeGujaratસુરતમાં કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા કરોડોના બંગલામાં પહોંચી જતા વિવાદ

સુરતમાં કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા કરોડોના બંગલામાં પહોંચી જતા વિવાદ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Surat Corporation Controversy : સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવતા બાંકડાનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે. અત્યાર સુધીમાં નાના એપાર્ટમેન્ટ કે ધાબા પર બાંકડા પહોંચી જતા હતા. પરંતુ હવે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સોસાયટીના ગેટ પર મુકેલા કરોડો રૂપિયાના બંગલાના પાર્કિંગ અને ગેલેરીમાં પહોંચી ગયાં છે. જોકે, આ અંગે સોસાયટીએ પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બાંકડાની ફાળવણી કરવામાં આવે છે. આ બાંકડા વટેમાર્ગુ અથવા સોસાયટીના કેમ્પસ બહાર લોકોને ઉપયોગ થાય તેવી રીતે મૂકવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટના બાંકડાના અનેક દુરૂપયોગ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. એક પછી એક અનેક ખાનગી જગ્યાએ કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા મળતા હતા. પરંતુ હાલમાં પાલિકાના રાંદેર ઝોનમાં કોર્પોરેટરની ગ્રાન્ટના બાંકડાની ફરિયાદ કરવામાં આવી છે તે ઘણી જ ગંભીર છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આવેલી પૃથ્વી રો-હાઉસ બહાર ગેટ પાસે મુકાયા હતા. નગરસેવક કેતન મહેતાના નામના નવા બાંકડા સોસાયટીના એક બંગલાની ગેલેરીમાં, એક એ ગાર્ડનમાં તો એક બંગલાના માલિકે પાર્કિંગમાં મુક્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ પાલિકા અને કોર્પોરેટર બન્નેને ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, જ્યાં બાંકડા મુકાયા છે તેએક બંગલાના માલિક તો બાંકડા પરથી નગરસેવકનું નામ પણ છેકી કાઢ્યું છે. આવી ગંભીર ફરિયાદ હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે આક્ષેપ થઈ રહ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here