Monday, September 21, 2026
HomeGujaratસુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ : મોટી સંખ્યામાં ડોકટરો...

સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ : મોટી સંખ્યામાં ડોકટરો જોડાયા

Date:

Related stories

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેને લીધે સુરત શહેરમાં સહિતના તમામ ડોકટરો દ્વારા મહિલા ડોક્ટર અને તેના પરિવારને ન્યાય મળે તથા આરોપીને કડક સજા થાય તે માટે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જોકે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસીડેન્ટ સહિતના ડોક્ટરોએ આજે બીજે દિવસે પણ હડતાલ યથાવત રાખી કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે આઇએમએ સહિત મેડિકલને વિવિધ એસોસિએશન તથા પેરા મેડિકલ સ્ટાફ સહિતની સંસ્થાઓ દ્વારા આજે સવારે રેલી કાઢવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ કલકત્તામાં હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય અપરાધને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત, બ્રાન્ચ દ્વારા આજે શનિવારે સવારેથી તા.18મી સવાર સુધી સુરત શહેરના તમામ ડોકટરો એક દિવસ (24 કલાક) પ્રતિક હડતાલ પાડીને વિરોધ નોંધાવશે અને ડોકટરો પોતાની બધી મેડિકલ સર્વિસ બંધ રાખશે. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. તેમજ શનિવારે સવારે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં જનરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે આઇ.એમ.એ સહિત વિવિધ ડોકટરો ઓસો.ના 500થી વધુ ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફ સહિતના લોકો એકત્ર થઇને નવી સિવિલ ખાતેથી રેલી કાઢીને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રેલી થકી ડોકટરો દ્વારા પીડિતા ડોક્ટરને ન્યાય અપાવાની અને ગુનેગારને કડકમાં કડક સજાય થાય તેવી માંગણીઓ કરવામાં આવી હતી. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આજે બીજે દિવસે પણ રેસીડન્ટ ડોક્ટર સહિતના ડોક્ટરોએ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કરી હડતાલ યથાવત રાખી હતી અને પોતાના કામથી અળગા રહ્યા હોવાથી દર્દીઓને હાલાકીઓનો સામનો નહિ કરવું પડે તે માટે બંને હોસ્પિટલ ટીચર્સ ડોક્ટરો સહિતના સિનિયર ડોકટરો ઓપીડીમાં ફરજ બજાવી રહ્યા છે.

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here