સુરતમાં બફારા વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાંપટાથી પ્રસરી ઠંડક, ભારે પવનથી પડ્યાં ઝાડ

0
48
/news/DGUJ-SUR-c-99-LCL-rainy-atmosphere-in-surat-many-area-rain-and-people-enjoy-bhadarva-rain-NOR.html?ref=ht&seq=2
/news/DGUJ-SUR-c-99-LCL-rainy-atmosphere-in-surat-many-area-rain-and-people-enjoy-bhadarva-rain-NOR.html?ref=ht&seq=2

ચોમાસુ હાલ વિદાય લઈ રહ્યું છે ત્યારે ભાદરવા મહિનામાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બફારા વચ્ચે પરેશાન શહેરમાં બપોરના સમયે ભારે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાંપટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને લોકોએ ખુશનુમાં આહલાદક વાતાવરણનો અહેસાસ કર્યો હતો. તો, ભારે પવનના કારણે શહેરમાં ઘણી જગ્યાએ ઝાડ પડવાના બનાવો પણ સામે આવતા ફાયરબ્રિગેડ દોડતું થયું હતું.

લોકોએ રાહત અનુભવી

બુધવારે બપોરે વીજળીનાં કડાકા ભડાકામાં પવનનાં જોરદાર સુસવાટા સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી પાણીનાં નીર રેલાય જવાની સાથે ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી. વીજળીનાં કડાકા ભડાકાનો જ નાદ સાંભળવા મળ્યા અને અમીછાંટણા પડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.

હાથીયા નક્ષત્રમાં વરસાદ

ચોમાસાના અંતિમ તબક્કા તરિકે ગણાતા હસ્ત એટલે કે હાથીયા નક્ષત્રનો ભાદવા બીજ અને બુધવારથી થય ગયો છે.હસ્ત નક્ષત્રના આરંભના 6 દિવસ વિત્યા બાગ આકાશમાંથી વરસાદી વાદળો જોવા મળતા શહેરીજનો ખુશ થયાં હતાં. મેઘાના ક્યાંય મંડાણ ન થતા ખેડુતોએ વરસાદની આશા છોડી દિધી હતી તેમને નિરાંત થઈ હતી. છે.અને મુરજાતી મોલાતને બચાવવા આ વરસાદ ભારે કામ આવશે.

સમગ્ર શહેરમાં વરસાદ નહીં

શહેરમાં બે દિવસ અગાઉ અને ગઈકાલે અમુક વિસ્તારમાં જ વરસાદ પડી ગયો હતો. જેથી હાથીયા નક્ષત્ર શ્રાધ્ધપર્વમાં ચોક્કસ વિસ્તારમાં જ વરસાદ પાડે છે સમગ્ર શહેરમાં આ વરસાદ નથી.

નવરાત્રિ સંચાલકોમાં ચિંતા

નવરાત્રિના આયોજકોમાં આ વરસાદે ચિંતા જન્માવી દીધી છે. કારણ કે, જે નવરાત્રિ આયોજકોએ ખુલ્લામાં નવરાત્રિ કરવાનું વિચારી રહ્યાં છે તેમને આ વરસાદ અને સક્રિય થયેલી વરસાદી સિસ્ટમથી મુશ્કેલી સાથે ચિંતા જન્માવી છે.