Saturday, September 26, 2026
HomeGujaratહિન્દુ નેતા કમલેશ તિવારી હત્યા કેસના 3 આરોપી સુરતથી ઝડપાયા

હિન્દુ નેતા કમલેશ તિવારી હત્યા કેસના 3 આરોપી સુરતથી ઝડપાયા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે સુરતથી હત્યામાં સંકડાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા છે. સુરતથી મીઠાઈનો ડબ્બો ખરીદ્યો હતો અને લઈ ગયા હતા. તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવાય છે. હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન,રશિદ અને મોહસિનની આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચપ્પુ મારી હત્યા કરી હતી. આ હત્યાનો રેલો સુરત સુધી પહોંચ્યો છે. જેમાં વાત એવી છે કે કમલેશ તિવારીની જે બે હત્યારાઓએ હત્યા કરી હતી તે બન્ને હત્યારાઓ મીઠાઈના બોક્સમાં ચપ્પુ અને તમંચા લઈને આવ્યા હતા. એ મીઠાઈનું બોક્સ ઉઘના દરવાજા પાસેની ધરતી નામની ફરસાણની દુકાનનું હોવાનું બહાર આવ્યું છે. જેથી લખનઉ પોલીસે આ બાબતે સુરતની ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી.

ક્રાઇમ બ્રાંચે સ્ટાફ સાથે ફરસાણની દુકાન પર જઈને તપાસ શરૂ કરી છે. પોલીસે ફરસાણની દુકાનના સીસીટીવી કેમેરાની ડીવીઆર લઈને તપાસ શરૂ કરી છે. કેમેરાના આધારે શંકાસ્પદ ઈસમોની ગતિવિધિ વિશે માહિતી મેળવીને પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS પણ જોતરાઈ છે.

ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મુહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. હાલમાં તેઓ જામીન પર છૂટ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપિઠે તાજેતરમાં જ કમલેશ તિવારી પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને હટાવ્યો હતો.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here