હેલ્મેટ વગર બાઈક પર પત્નીને લઈને ફરવા નીકળ્યા રાજસ્થાનના મંત્રી, ભરવો પડ્યો દંડ

0
34

દેશનાં ઘણાં રાજ્યોમાં 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થઈ ગયો છે. જેનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે, એવી ઘણી ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન રાજસ્થાન સરકારના એક મંત્રીનું પણ ચાલાન કપાયું છે.રાજસ્થાનના ખાણ અને ગોપાલન મંત્રી પ્રમોદ જૈન ભાયાને હેલ્મેટ વગર બાઈક પર ફરવું મોંઘુ પડ્યું છે, મંત્રીજી તેમની પત્નીને લઈને બાઈક પર નીકળ્યા હતા. તેમણે કે તેમની પત્ની કોઇએ હેલ્મેટ પહેર્યું નહોંતુ.ટ્રાફિક પોલીસે તેમનું ચાલાન ફાડ્યું. ચાલાન અનુસાર, પ્રમોદ જૈન ભાયાએ બારાંના પ્રતાપ ચોક પર હેલ્મેટ પહેર્યું નહોંતુ. .રાજસ્થાનમાં પહેલાંના ટ્રાફિક નિયમો અનુસાર આ ચાલાન કાપ્યું છે, કારણકે રાજ્યની કોંગ્રેસ સરકારે હજી કેંદ્ર સરકારના નવા કાયદાને નોટિફાઈ કર્યો નથી. મંત્રીએ ચાલાનનો દંડ ભર્યો અને ત્યાથી જતા રહ્યા.