સાણંદ STની 20 રૂટની 120 ટ્રીપ રદ, અઠવાડિયામાં 7 લાખની ખોટ

0
15
સાણંદ એસ.ટી વિભાગ દ્વારા આંતરરાજ્યની સાણંદથી ઝાલોદ, ઉદયપુર તેમજ રાજ્યમાં સુરેન્દ્રનગર, કડી તેમજ રાત્રીની અમદાવદ –વાસવા,અમદાવાદ-સવલાણા, અમદાવાદ-નળસરોવર સહીતના રૂટોની બસોનો રૂટ રદ કરી નાખ્યા છે.
સાણંદ એસ.ટી વિભાગ દ્વારા આંતરરાજ્યની સાણંદથી ઝાલોદ, ઉદયપુર તેમજ રાજ્યમાં સુરેન્દ્રનગર, કડી તેમજ રાત્રીની અમદાવદ –વાસવા,અમદાવાદ-સવલાણા, અમદાવાદ-નળસરોવર સહીતના રૂટોની બસોનો રૂટ રદ કરી નાખ્યા છે.

સાણંદ : કોરોનાના વધતા કેસોને લઈને રાજ્યમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. વળી સાણંદ તાલુકામાં પણ કોરોના કેસો વધવા લાગ્યા છે અને તકેદારી ભાગરૂપે સાણંદ એસટી વિભાગ દ્વારા 20 રૂટો બંધ કરતા સાણંદ બસ સ્ટેશનમાં પેસેન્જરોને રઝળી પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતોરાજ્યમાં ફરી એક વખત કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થયો છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી સાણંદ એસ.ટી વિભાગ દ્વારા એસટી બસોની 120 ટ્રીપોની અવરજવર ઉપર રોક લાગવી દીધી છે. સાણંદ એસ.ટી વિભાગ દ્વારા આંતરરાજ્યની સાણંદથી ઝાલોદ, ઉદયપુર તેમજ રાજ્યમાં સુરેન્દ્રનગર, કડી તેમજ રાત્રીની અમદાવદ –વાસવા,અમદાવાદ-સવલાણા, અમદાવાદ-નળસરોવર સહીતના રૂટોની બસોનો રૂટ રદ કરી નાખ્યા છે.સાણંદ એસટી વિભાગ દ્વારા જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી દરરોજના સાણંદ એસ.ટીની અંદાજીત 20 જેટલા રૂટોની બસની કુલ 120 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી છે. હજારો કિ.મી દોડતી એસ.ટી બસોના પૈડા થંભી જતા એસ.ટી વિભાગને દરરોજ આશરે એક લાખ લેખે એક અઠવાડિયામાં અંદાજે 7 લાખની રૂપિયાની આવકમાં ખોટ પડી છે.