Friday, July 17, 2026

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

માસ્ક નહિ પહેરી ઊલટાનું પોલીસને લાફો મરનાર યુવકને કોર્ટે રૂ. દસ હજાર ભરાવડાવ્યા

અમદાવાદ, તા.૧૨
શહેરના અખબારનગર સર્કલ પાસે કાર રોકી માસ્ક પહેર્યા વિના કાર ચલાવતા યુવકને આંતરી દંડ ભરવા કહેનાર ટ્રાફિક પોલીસને લાફો ઝીંકી દઈ ટ્રાફિક બૂથમાં તોડફોડ કરવાના ચકચારી કેસમાં પકડાયેલા આરોપી યુવક મિરાજ ત્રિવેદીને અત્રેના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. એમ. ગોવાની એ સબકના ભાગરૂપે અરજદાર યુવકને રૂપિયા દસ હજાર કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો અને તેને રૂપિયા પંદર હજારના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો.
માસ્ક નહી પહેરી કોરોના ની ગાઇડ લાઇનનો ભંગ કરવા છતાં ઊલટાનું ટ્રાફિક પોલીસને લાફો ઝીંકી દઈ ટ્રાફિક બુથમાં તોડફોડ કરવાના કેસમાં આરોપી યુવક મિરાજ ત્રિવેદી તરફથી કરાયેલી જામીન અરજીમાં એડવોકેટ પ્રતીક કે. નાયક અને વૈભવ સેવક તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારનો ટ્રાફિક પોલીસને મારવાનો કે સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવાનો કોઈ બદ ઇરાદાપૂર્વક નો ઈરાદો ન હતો. અરજદાર દંડ ભરવાનું પણ ચૂક્યા નથી કારણ કે ટ્રાફિક પોલીસના આગ્રહ બાદ તેણે તેના પિતા ને મોબાઈલ પર વાત કરી મોબાઈલ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રૂપિયા ૧૦૦૦નો દંડ જમા કરાવ્યો છે, તેથી દંડ નહી ભરવાનો પણ અરજદારનો કોઈ ઈરાદો નહોતો. અલબત્ત ટ્રાફિક પોલીસ સાથે થયેલી તકરાર દરમિયાન ઉશ્કેરાટમાં તેનાથી આ પગલું લેવાયું છે બાકી સમગ્ર કેસમાં અરજદારની બીજી કોઈ જ મનષા કે ઈરાદો ન હતા. વળી અરજદાર પોતે 24 વર્ષીય યુવક છે અને ભૂતકાળમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી ત્યારે કોર્ટે અરજદારની જેન્યુઈન હકીકતો ધ્યાને લઇને તેને શરતી જામીન પર મુક્ત કરવો જોઈએ. અરજદાર યુવક તરફથી એડવોકેટ પ્રતિક નાયક અને વૈભવ સેવકની દલીલોને ગ્રાહ્ય રાખી ને કોર્ટે આરોપી યુવકને ૧૫ હજારના શરતી જામીન આપ્યા હતા પરંતુ સાથે સાથે તેને રૂપિયા 10,000 કોર્ટમાં જમા કરાવવા પણ હુકમ કર્યો હતો.
કોરોના મહામારી ના કારણે હાલ પ્રવર્તી રહેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર લોકોને ફરજીયાત પણે માસ્ક પહેરવા માટે કાર્યવાહી કરી રહી છે ત્યારે તાજેતરમાં જ શહેરના અખબાર નગર સર્કલ પાસે પોતાની માતાને લઈને કારમાં માસ્ક પહેર્યા વિના પસાર થતા સ્થાનિક ટ્રાફિક પોલીસે યુવકની કારણે આંતરી હતી અને તેણે માસ્ક નહિ પહેર્યું હોવાથી રૂપિયા એક હજાર દંડ ભરી દેવા તાકીદ કરી હતી પરંતુ આ વાત સાંભળી યુવકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. યુવકે પોલીસને અપશબ્દો બોલી માસ્કનો દંડ હું ભરવાનો નથી, રૂપિયા મફતમાં નથી આવતા તેમ કહી ટ્રાફિક બુથમાં તોડફોડ કરી હતી. બાદમાં યુવક અને તેની માતા બૂથમાંથી બહાર આવી ગયા હતા. પોલીસ જવાને દંડ ભરવાનું કહેતા યુવકે પોલીસ જવાનને લાફો મારી દીધો હતો. જેને પગલે અખબારનગર વાડજ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધરમવીર રતિલાલએ વાડજ પોલીસ સ્ટેશનમાં 24 વર્ષીય મીરાજ હસિતભાઈ ત્રિવેદી અને તેની માતા હેતલબહેન ત્રિવેદી એમ બન્ને ( રહે, સક્ત વેલી, સત્યમેવ હોસ્પિટલ પાછળ, ચાંદખેડા ) વિરુધ્ધ ફરજ પર રહેલા સરકારી કર્મચારી હર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર જગા વી હતી.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here