14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની પણ ચકાસણી કરશે

0
55
news/MGUJ-GAN-OMC-LCL-goverment-taking-late-action-in-gir-lion-health-gujarati-news-
news/MGUJ-GAN-OMC-LCL-goverment-taking-late-action-in-gir-lion-health-gujarati-news-

ગુજરાતની શાન સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોતનો આંકડો કાલે 14 પર પહોંચ્યો છે. જો કે 14 દિવસમાં ગીરની દલખાણિયા રેન્જમાં 14 સિંહોના મોત થયા ત્યાં સુધી સરકાર ઉંઘતી જ હતી. આજે અચાનક સરકાર અને વનતંત્ર સફાળું જાગ્યું છે. આ સાથે તંત્ર એવી વાત કરે છે હવે ગીરમાં રહેલા રક્ષિત સિંહો અને ગીર બહાર રહેતા સિંહોની પણ હેલ્થ ચેકઅપ થશે. આજે જ એકાએક 14 દિવસ પછી વનમંત્રી પણ તપાસના આદેશ આપતા દેખાયા હતા.

ગીર જંગલ અને બહાર કુલ ૯૫૪ ચો કિ.મી. વિસ્તારમાં રહેતા ૨૯૬ સિંહની હેલ્થ ચેકઅપ કર્યું છે. હજુય સરકારી ચોપડે 7 સિહો બીમારીમાં સબડી રહ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે, જો કે જેમાં 1 સિંહણતો ગંભીર હાલતમાં છે. બીમાર સિંહો ઇજા ગ્રસ્ત છે જે એવું દર્શાવે છે કે તંત્રની બેદરકારી આનું પરિણામ છે.

14 દિવસ સુધી સતત 14 સિંહો મૃત્યુ પામ્યા છતા હજુ સુધી કુલ 1740 ચો કિ.મી. વિસ્તારમાં વસતા 460 સિહમાંથી 296 સિંહની ચકાસણી થઈ છે. હજુ 164 સિંહની સ્થિતી કેવી છે અને સુરક્ષિત છે કે નહીં તેના માટે સરકાર માત્ર વિચારી જ રહી છે કશું થયું નથી. જો કે વનતંત્રની 140 ટીમના 585 કર્મચારી ચકાસણી કરી રહ્યા છે.