18 ડિસેમ્બરથી સાબરમતી ક્લોન સ્પેશિયલ અમદાવાદથી 15 મિનિટ પહેલા ચાલશે

0
26
મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે. રેલ પ્રશાસન દ્વારા આ સંદર્ભમાં આરક્ષિત મુસાફરોને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી રહી છે.
મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે. રેલ પ્રશાસન દ્વારા આ સંદર્ભમાં આરક્ષિત મુસાફરોને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી રહી છે.

અમદાવાદ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાબાદ – દરભંગા ક્લોન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેનનો 18 ડિસેમ્બર 2020થી અમદાવાદથી ચાલવાના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. તે અનુસાર આ ટ્રેન તેના નિર્ધારિત સમયથી 15 મિનિટ વહેલા પ્રસ્થાન કરશે. ડિવિઝનલ રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ માહિતી આપતા કહ્યું  કે 18 ડિસેમ્બર, 2020થી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સ્પેશિયલ તેના વર્તમાન સમય 20:40 વાગ્યે (દર શુક્રવારે) ની જગ્યાએ 15 મિનિટ પહેલા 20:25 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે. રેલ પ્રશાસન દ્વારા આ સંદર્ભમાં આરક્ષિત મુસાફરોને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી રહી છે. 16, 23 અને 30 ડિસેમ્બર 2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના ક્લોન અને 18,25 ડિસેમ્બર 2020 અને 01 જાન્યુઆરી 2021 ના રોજ પટનાથી ચાલનારી ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ કલોન ટ્રેન રદ્દ રહેશે. રેલવે પ્રશાસન દ્વારા નિયમો મુજબ આ ટ્રેનના મુસાફરોને રીફંડ આપવામાં આવશે.