ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ જાહેર કરશે?

0
15
. એની સાથે જ ક્રિસમસની ઊજવણી અને નવા વર્ષની ઊજવણીની મંજૂરી આપવી કે નહીં તે બાબતે ૨૦ ડિસેમ્બર સુધીના કોરોનાના આંકડા સહિતની વિગતનો અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લઈશું અને ત્યારબાદ જ આ બાબતની ગાઈડલાઈન બહાર પાડશુંં.
. એની સાથે જ ક્રિસમસની ઊજવણી અને નવા વર્ષની ઊજવણીની મંજૂરી આપવી કે નહીં તે બાબતે ૨૦ ડિસેમ્બર સુધીના કોરોનાના આંકડા સહિતની વિગતનો અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લઈશું અને ત્યારબાદ જ આ બાબતની ગાઈડલાઈન બહાર પાડશુંં.

મુંબઈ: આગામી દિવસમાં ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી પર પ્રતિબંધ મુદ્દે મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ છે અને મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં પાલિકાના અધિકારીઓ પોલીસ સાથે મળીને નાઈટ કલબ સહિત હૉટલો પર બાજ નજર રાખી રહ્યા છે. તેમ જ ૨૦ ડિસેમ્બર સુધી કોરોનાના આંકડા પર નજર રાખીને તેનો અભ્યાસ કર્યા બાદ જ ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી કરવા બાબતે નિયામવલી જાહેર કરાશે એવું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો હોવા છતાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે આપેલી ચેતવણીને અવગણીને લોકો સાર્વજનિક સ્થળે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જેવી મહત્ત્વની બાબતે દુલર્ક્ષ સેવી રહ્યા છે અને બિન્દાસ નાઈટ ક્લબમાં ધમાલ મચાવી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં પાલિકાએ અનેક નાઈટકલબ અને હૉટલમાં રેડ પાડીને માસ્ક વગરના લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. રવિવારે અને સોમવારે પણ પશ્ર્ચિમ ઉપનગરમાં અનેક જગ્યાએ આવેલી હૉટેલ અને નાઈટક્લબમાં પાલિકાએ પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરી હતી અને બે-ત્રણ જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પકડાયા પણ હતા.કોરોના નિયંત્રણમાં છે, છતાં ગાફેલ રહેવું પરવડશે નહીં એવું બોલતા સુરેશ કાકાણીએ ઉમેર્યું હતું કે કોરોનાથી બચવા માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવો આવશ્યક છે પણ લોકો સમજી નથી રહ્યા. છેલ્લા થોડા દિવસમાં અનેક પબ અને નાઈટ કલબમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે. તેથી આ લોકો સામે સખત પગલાં લેવામાં આવશે