Saturday, October 17, 2026
HomeSports19 વર્ષીય મુશીર ખાને બાજી સંભાળી, 94/7ના સ્કોરથી 321 સુધી પહોંચાડી ,સરફરાઝે...

19 વર્ષીય મુશીર ખાને બાજી સંભાળી, 94/7ના સ્કોરથી 321 સુધી પહોંચાડી ,સરફરાઝે આપી શાબાશી

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

દુલિપ ટ્રોફીમાં ઘરેલુ ક્રિકેટના સ્ટાર્સ પર ક્રિકેટ પ્રેમીઓની અને ટીમ ઈન્ડિયાના પસંદગીકારોની નજર છે. ટુર્નામેન્ટ શરૂ થતાંની સાથે જ કેટલાક ચહેરાઓએ પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ ઈન્ડિયા Dની ટીમ માટે રમતા અક્ષર પટેલે પોતાની ટીમને ઉગારીને લોઅર ઓર્ડરમાં રમતા ઈન્ડિયા C માટે 86 રન ફટકાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા Aની સામે ઈન્ડિયા Bની ટીમ એક સમયે 94/7 સ્કોર પર ઢગલો થઈ ગઈ હતી ત્યાંથી 19 વર્ષીય મુશીર ખાને બાજી સંભાળી લેતા 373 બોલમાં 181 રન ફટકાર્યા હતા. આ સાથે મુશીરે પણ ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી મેળવવાનો દાવો મજબૂત કરી લીધો છે. અગાઉ અંડર 19 વર્લ્ડકપમાં પણ મુશીર શાનદાર દેખાવ કરી ચૂક્યો છે. મુશીરે પોતાની ઇનિંગમાં 5 છગ્ગા પણ ફટકાર્યા હતા. આગામી દિવસોમાં ભારત ઘરઆંગણે ઘણું બધુ ટેસ્ટ ક્રિકેટ રમવાનું છે. દુલિપ ટ્રોફીથી રેડ બોલ ક્રિકેટમાં ભારતને હવે ધુરંધર ક્રિકેટરો મળી શકે એમ છે. મુશીર સિવાય ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચૂકેલ તેનો ભાઈ સરફરાઝ ખાન પણ ટેસ્ટ ક્રિકેટમાં ટીમમાં કાયમી સ્થાન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આ મેચ દરમિયાન પણ બંને ભાઈઓ એક જ ટીમ માટે રમી રહ્યા હોવાથી જ્યારે મુશીરે સફી ફટકારી ત્યારે ભાઈ સરફરાઝે ઊભા થઈને જોર જોરથી તાળીઓ પાડી તેનો ઉત્સાહ વધાર્યો હતો. દુલિપ ટ્રોફીમાં ઈન્ડિયા D અને ઈન્ડિયા ઈન્ડિયા C વચ્ચેની મેચમાં પ્રથમ ઇનિંગમાં ઈન્ડિયા C માત્ર 168 રન બનાવી શક્યું હતું અને ઈન્ડિયા D 164 રન પર ઓલ આઉટ થયું હતું. જેમાં અક્ષર પટેલે સૌથી વધુ 86 રન ફટકાર્યા હતા અને આ ઇનિંગમાં તેણે 6 છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઇનિંગમાં શ્રેયસ ઐયરે 9 અને દેવદત પડિકલે 0 રન ફટકાર્યા હતા. બીજી તરફ ઈન્ડિયા Cની ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 5 અને રજત પાટીદારે 13 રન ફટકાર્યા હતા. ઈન્ડિયા Bની મેચમાં ઋષભ પંતે 7 અને યશસ્વી જયસ્વાલે 30 રન ફટકાર્યા હતા.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here