અમદાવાદમાં ભણેલા અજય બંગા બન્યા વર્લ્ડ બેન્કના અધ્યક્ષ, જો બાઈડને કર્યા હતા નોમિનેટ

0
5

દુનિયામાં અનેક મોટી સંસ્થાઓના ઉચ્ચ પદ પર હાલમાં ભારતવંશીઓ કામ કરી રહ્યાં છે જેને કારણે ભારતનું પ્રભુત્વ દુનિયામાં વધ્યું છે. હાલમાં ભારતીયોને ગૌરવ અપાવે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળની અમેરિકન નાગરિક અજયપાલ સિંહ બંગા વર્લ્ડ બેન્કના નવા અધ્યક્ષ બન્યા છે.

અમદાવાદમાં ભણેલા અજય બંગા બન્યા વર્લ્ડ બેન્કના અધ્યક્ષ, જો બાઈડને કર્યા હતા નોમિનેટ

દુનિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતની છબી બદલાઈ રહી છે. વડાપ્રધાન મોદી અને દેશવાસીઓના પ્રયાસોને કારણે ભારતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. બીજી તરફ વિદેશની ધરતી પર રહીને પણ અનેક ભારતીયો દેશના વિકાસમાં મદદ કરી રહ્યાં છે. દુનિયામાં અનેક મોટી સંસ્થાઓના ઉચ્ચ પદ પર હાલમાં ભારતવંશીઓ કામ કરી રહ્યાં છે જેને કારણે ભારતનું પ્રભુત્વ દુનિયામાં વધ્યું છે. હાલમાં ભારતીયોને ગૌરવ અપાવે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળની અમેરિકન નાગરિક અજયપાલ સિંહ બંગા વર્લ્ડ બેન્કના નવા અધ્યક્ષ બન્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે તેમને અધ્યક્ષ માટે નોમિનેટ કર્યા હતા. જો બાઈડન તરફથી વ્હાઈટ હાઉસે આ જાણકારી આપી હતી. વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા એ વર્લ્ડ બેન્કના આગામી અધ્યક્ષ માટે અજય બંગાને નોમિનેટ કર્યા છે. અજય બંગા અધ્યક્ષ બનતા જ રાષ્ટ્રપતિ બાઈડન સહિત અનેક લોકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી.

અમેરિકાએ અજય બંગાને કર્યા હતા નોમિનેટ

કોણ છે અજયપાલ સિંહ બંગા ?

  • અજય બંગાનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ પુણેમાં થયો હતો. તેઓ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. આ સિવાય તેણે IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. તેમના પિતા હરભજન સિંહ બંગા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ રહી ચૂક્યા છે.
  • 63 વર્ષીય બંગા હાલમાં જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન છે. તે પહેલા તેઓ માસ્ટરકાર્ડના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી હતા.
  • અજય બંગા ઓગસ્ટ 2009માં માસ્ટરકાર્ડમાં પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસ તરીકે જોડાયા અને એપ્રિલ 2010માં કંપનીના સીઈઓ બન્યા.
  • 1996માં સિટીગ્રુપમાં જોડાતા પહેલા, બંગાએ નેસ્લે ઈન્ડિયા સાથે 13 વર્ષ કામ કર્યું હતું અને પેપ્સિકોમાં પણ બે વર્ષ વિતાવ્યા હતા, જ્યાં તેમણે એશિયા-પેસિફિક ક્ષેત્રના CEO સહિત વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.
  • તેઓ શહેરના વરિષ્ઠ નેતૃત્વ અને કાર્યકારી સમિતિના સભ્ય પણ હતા. બંગાને 2016માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.