કોરોના મૃતકોને 4 લાખ આપીશું, 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો બાટલો 500માં આપીશું અને 3000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીશું

0
15
ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં માટે ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા
રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યાં છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યાં છે.સરકાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે.સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતાં તે ખેડૂતોના હિત માટે નીકળતા હતાં. તેમના વિના અમૂલ ઉભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે.કોંગ્રેસે પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતોનું 3 લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું?કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું.સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. BJP એક તરફ સૌથી મોટી મૂર્તિ બનાવે છે,જે વસ્તુ માટે સરદાર જીવ્યા તેના વિરુધ્ધમાં જ BJP કામ કરે છે. ભાજપ 3 કાળા કાયદા લાવ્યો. ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં. જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે.આજે સરદાર પટેલ હોતો તો તેઓ કોનું દેવું માફ કરતા ઉદ્યોગ પતિઓનું કે ખેડૂતોનું હું આ સવાલ તમને પુછી રહ્યો છું. તેઓ ક્યારેય આવું કરતા નહીં.ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે. કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી.ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું.ચૂંટણી નજીક છે હું તમને કહું છું કે તમે લડો ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.ગુજરાતના યુવાઓનું ભવિષ્ય નષ્ઠ કરી નાખે છે છતાં કોઈ પગલાં નથી લેતા. ગુજરાતના ગરીબ હાથ જોડીને થોડી જમીન માંગે તો કશું નથી મળતું. ઉદ્યોગપતિઓને જમીન આપી દેવામાં આવે છે.લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ .ગુજરાતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે.સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીની ગણતરી જ નથી થતી.નાના વેપારીઓની કોઈ મદદ થતી નથી.GSTથી નુકસાન છે છતાં GST ભરવો પડે છે.મોટા 4થી5 ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. એરપોર્ટ, ટેલિકોમ સહિતના તમામ પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓ પાસે છે.શું સરદાર પટેલે અંગ્રેજો પાસે આંદોલન કરવા પરમિશન લીધી હતી?ભાજપે 5 વર્ષમાં ગુજરાત માટે કાંઈ નથી કર્યું. ગુજરાતની જનતાને બધું દેખાય છે.તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદા વ્યવસ્થા, ડ્રગ્સના બેફામ કારોબાર સહિતના મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથના યોદ્ધાઓને સંબોધન કરશે. ગુજરાતનાં 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. આ અગાઉ રાહુલ ગાંધી સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એ પછી સાબરમતી ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપશે.આ કાર્યક્રમોને લઈ પ્રદેશ નેતાઓ, પ્રભારી ડો. રઘુ શર્માએ સ્થળ પર જઈ આગોતરી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસનાં સૂત્રો કહે છે કે વિધાનસભાની ચૂંટણીને લઈ આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી ચૂંટણીપ્રચાર માટે ગુજરાત આવશે. કોંગ્રેસ કાર્યલાય ખાતે મોડી સાંજે છ કલાકે ઉમેદવાર પસંદગી પક્રિયાની કામગીરી શરૂ થશે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના પ્રવાસથી બૂથના કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. જગદીશ ઠાકોરના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઊતરી છે.રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વનાથસિંહે એક પત્રમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ‘મારા જેવા હજારો યુવાનો પક્ષમાં સમય વેડફે છે. પક્ષમાં જૂથવાદને કારણે દુશ્મનો પેદા થાય છે. જનતાએ પક્ષને ખૂબ તકો આપી, પણ પક્ષ નિષ્ફળ. વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામાની શરૂઆતમાં જ લખ્યુ છે કે હું મારી જાતને કોંગ્રેસ પક્ષમાંથી મુક્ત કરું છું. 2016 અને 2021 બંને ચૂંટણીમાં થઈને એક કરોડ 70 લાખ જેટલા રૂપિયા મેં અને મારા ગ્રુપે ભેગા મળીને પક્ષને આપ્યા હતા, ત્યારે પક્ષે મને આ પદ આપ્યું હતું, આથી કહી શકાય કે કોંગ્રેસે પક્ષે મને જે કોઇ મોટાં પદો આપ્યા એ મારી પાસેથી પૈસા લઇને વેચાતા આપ્યા છે.