Thursday, October 1, 2026
HomeIndia75th Constitution Day: સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન

75th Constitution Day: સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન

Date:

Related stories

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. ભારતના 75માં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું.સંસ્કૃત ભાષાને ભારતની ધરોહર છે. તેમજ મૈથિલી એ દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્ય તેમજ નેપાળના તરાઈ પ્રદેશની પ્રાદેશિક ભાષા છે. આ ભાષા લખવા માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થાય છે. જેને આજે પણ ઉત્તર ભાગના ઘણા લોકો વાંચી અને લખી શકે છે.બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને કોઈનનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સાંસદ સેશનમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https: //constitution75.com પણ લોન્ચ કરી છે, જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. શાળાઓ, શહેરો અને ગામડાંઓમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરવામાં આવશે.

દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપે છે બંધારણ :

બંને ભાષામાં બંધારણનું વિમોચન કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, ‘બંધારણ એ એક જીવંત, પ્રગતિશીલ દસ્તાવેજ છે, જે દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપી રહ્યું છે. છેલ્લા 75 વર્ષમાં આપણો દેશ વૈશ્વિક સ્તરે ભાઈચારા રૂપે ઉભરી આવ્યો છે. મહિલાઓ પણ સશક્ત બની છે. આપણા બંધારણનો ઉદ્દેશ નગર પાલિકા, ન્યાય પાલિકા અને વિધાન સભા સાથે મળી સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરતાં કામગીરી કરે.’ભારતનું બંધારણ અંગ્રેજી, હિન્દી ઉપરાંત વિવિધ પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ છે. જેમાં કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, ડોગરી, કોંકણી, મલયાલમ, મણીપુરી, નેપાલી, મરાઠી, ઉડિયા, પંજાબી સિંધી, તમિલ, બેંગાલી, તેલૂગુ, ઉર્દૂ, આસામી, બોડો વગેરે ભાષા સમાવિષ્ટ છે. હવે સંસ્કૃત અને મૈથિલીમાં પણ ઉપલબ્ધ થશે.

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here