Tuesday, March 10, 2026
HomeEntertainmentBollywoodMTVના લવ સ્કૂલ ફેમ મોહિત દુસેજા માટે રાગિની MMS રિટર્ન્સ 2 ટર્નિંગ...

MTVના લવ સ્કૂલ ફેમ મોહિત દુસેજા માટે રાગિની MMS રિટર્ન્સ 2 ટર્નિંગ પૉઇન્ટ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

રાગિની MMS’ ફ્રૅન્ચાઇઝીની ચોથી આવૃત્તિ એટલે કે ‘રાગિની MMS રિટર્ન્સ 2’ની સ્ટારકાસ્ટનાં નામો બહાર પડી રહ્યાં છે. હૉરર, સસ્પેન્સ, થ્રિલર અને ઇરૉટિકના મસાલાથી ભરપૂર રાગિની MMSની પહેલી ફિલ્મ વર્ષ ૨૦૧૧માં આવી હતી, જેમાં આજનો જાણીતો અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય પાત્રમાં હતો. એની સીક્વલ ‘રાગિની MMS 2’ ૨૦૧૪માં આવી. ત્યાર પછી ૨૦૧૭માં ઑનલાઇન પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજી પર ‘રાગિની MMS: રિટર્ન’ નામથી સિરીઝ આવી અને આ રિટર્નનો બીજો ભાગ હવે રિલીઝ માટે તૈયાર છે.

‘રાગિની MMS રિટર્ન્સ 2’માં લીડ કૅરૅક્ટર રિયલ-લાઇફ કપલ દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદ છે. એ ઉપરાંત મૂળ તેલુગુ અભિનેતા નવદીપે પણ આ સિરીઝમાં એન્ટ્રી મારી છે. MTVના શો ‘લવ સ્કૂલ’થી ટીનેજર્સમાં જાણીતા થયેલા મોહિત દુસેજા પણ આ વેબ-સિરીઝમાં છે. મોહિતે જણાવ્યું હતું કે ‘મેં પહેલી વાર બાલાજી સાથે કામ કર્યું છે. એકતા કપૂર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ક્વીન છે અને તે વેબ-વર્લ્ડમાં આવ્યાં છે અને તેમના નિર્માણ હેઠળ મને કામ કરવાની તક મળી. હું શ્યૉર છું કે આ શો મારી કરીઅર માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થશે. ‘અલ્ટ બાલાજી’ પ્રોડક્શન હેઠળ કામ કર્યા પછી મારા માટે ઘણી તકો ખૂલશે એ નક્કી છે. અમે મુંબઈ તથા આજુબાજુ આ સીઝનનું શૂટિંગ કર્યું છે.

‘રાગિની MMS રિટર્ન્સ 2’ની રિલીઝ ડેટ વિશે પૂછતા મોહિતે જણાવ્યું હતું કે ‘હું ગયા અઠવાડિયે શૂટિંગ પૂરું કરીને દિલ્હી મારા ઘરે આવ્યો છું. સિરીઝનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. એટલે હજી રિલીઝ-ડેટ નક્કી નથી થઈ.’

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here