Monday, September 21, 2026
HomeEntertainmentBollywood‘તાંડવ’નો ચોમેરથી વિરોધ

‘તાંડવ’નો ચોમેરથી વિરોધ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

વેબ સીરિઝ ‘તાંડવ’નો ચોમેરથી ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ આ મામલે એમેઝોન પ્રાઇમ વીડિયો પાસેથી ખુલાસો માંગ્યો છે. દેવતાઓનું અપમાન કરીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ આ વેબ સીરિઝ વિરુદ્ધ અનેક ફરિયાદ થતાં એમેઝોનને નોટિસ મોકલાઈ હતી. એક સોર્સે જણાવ્યું હતું કે, ‘મંત્રાલયે ફરિયાદોને ધ્યાનમાં લઈને એમેઝોન પ્રાઇમ વીડિયોને એ બાબતે ખુલાસો કરવા જણાવ્યું છે.’

ભાજપના એમપી મનોજ કોટકે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરને ‘તાંડવ’ પર બૅન મૂકવાની અપીલ કરી હતી. અન્ય રાજકારણી, ભાજપના એમએલએ રામ કદમે પણ આ વેબ સીરિઝના ડિરેક્ટરને ભગવાન શિવનું અપમાન કરતો ભાગ આ વેબ સીરિઝમાંથી હટાવવા જણાવ્યું હતું.

આવા ધિક્કારવાળા પ્રોપેગેન્ડાને મંજૂરી અને ફાઇનાન્સ પૂરું પાડતા એ કોર્પોરેટ એક્ઝિક્યૂટિવ્સને એક્સપોઝ કરો અને તેમના પર બૅન મૂકો.

પોલિટિકલ ડ્રામા ‘તાંડવ’માં સૈફ અલી ખાન, મોહમ્મદ ઝીશાન અય્યુબ, ગૌહર ખાન અને તિંગ્માશુ ધુલિયા લીડ રોલ્સમાં છે.  ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે એને ડિરેક્ટ અને પ્રોડ્યૂસ કરી છે જ્યારે ‘આર્ટિકલ 15’ માટે જાણીતા ગૌરવ સોલંકીએ આ વેબ સીરિઝને લખી છે.આ વેબ સીરિઝના એક સીન અને ડાયલોગને લઈને સોશિયલ મીડિયા પર ઓડિયન્સે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં આ વેબ સીરિઝના પહેલાં એપિસોડમાં ઝીશાન અય્યુબ યુનિવર્સિટીના ફંક્શનમાં ભગવાન શિવના વેશમાં જોવા મળે છે.

જેમાં મંચ પર એક વ્યક્તિ ઝીશાનને કહે છે કે, ‘પ્રભુ કંઇક કરો, રામજીના ફોલોઅર્સ સોશિયલ મીડિયા પર સતત વધી રહ્યા છે. મને લાગે છે કે, આપણે પણ સોશિયલ મીડિયા માટે કોઈ સ્ટ્રેટેજી બનાવી લેવી જોઈએ.’ જે બાબતે ભગવાન શિવના સ્વરૂપમાં જોવા મળતો ઝીશાન કહે છે કે, ‘શું કરું, નવો ફોટોગ્રાફ મૂકું?’

‘તાંડવ’ના આ સીનને લઈને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાંધો ઉઠાવ્યો છે. ટ્વિટર પર ભગવાન રામ અને શિવ વિશે આવી કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

લખનૌમાં એફઆઈઆર દાખલ થઈઆ વેબ સીરિઝના વિવાદના સંબંધમાં લખનૌમાં એમેઝોન પ્રાઇમના ઓરિજિનલ કન્ટેન્ટના ઇન્ડિયા હેડ અપર્ણા પુરોહિત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં આ સીરિઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યૂસર હિમાંશુ ક્રિષ્ના મેહરા અને રાઇટર ગૌરવ સોલંકી તેમજ અન્ય કેટલાંકનાં પણ નામ છે. તેમના પર ધાર્મિક લાગણીઓનઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અયોધ્યાના સંતોએ પણ વિરોધ કર્યોઅયોધ્યાના સંતોએ પણ ‘તાંડવ’નો ખૂબ વિરોધ કર્યો છે. તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે આ વેબ સીરિઝ પર બૅન મૂકવાની અને એના એક્ટર્સની વિરુદ્ધ એક્શન લેવાની ડિમાન્ડ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ વેબ સીરિઝે ભગવાન રામ અને ભગવાન શિવનું અપમાન કર્યું છે. એણે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે.’ચાલો, તેમને રિયલ ‘તાંડવ’ બતાવીએ

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે, ‘તમે એક ‘તાંડવ’ પર બૅન મૂકશો તો તેઓ વધુ દસ ‘તાંડવ’ બનાવશે. ચાલો, આપણે બધા ભગવાન શિવ બનીને તેમને રિયલ ‘તાંડવ’ બતાવીએ.’કિંમત ચૂકવવા તૈયાર રહો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક સલાહકારે ‘તાંડવ’ના મેકર્સને ખુલ્લી ચેતવણી આપી છે. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર શલભ મણી ત્રિપાઠીએ અલી અબ્બાસ, સૈફ અલી ખાન અને ઝીશાન અય્યુબને ટેગ કરીને એક ટ્વીટ કર્યું હતું કે, ‘’

ત્રિપાઠીએ એક અન્ય ટ્વીટમાં એમ પણ લખ્યું હતું કે, ‘યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં લોકોની લાગણીઓની સાથે રમવામાં આવે એ સહન કરવામાં નહીં આવે. ‘તાંડવ’ની સમગ્ર ટીમની વિરુદ્ધ એક ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ માટે તૈયાર રહો.’

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here