Tuesday, October 6, 2026
HomeBusinessબેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત bob વર્લ્ડ 2.0...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત bob વર્લ્ડ 2.0 લોંચ કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન અને અત્યાધુનિક સલામતીની ખાસિયતો ધરાવે છે

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2026 : ભારતની અગ્રણી સરકારી બેંકોમાંથી એક બેંક ઓફ બરોડાએ પોતાની અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન bob વર્લ્ડ 2.0 લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ એપનો ડેમો 11 સપ્ટેમ્બર, 2026ના રોજ મુંબઈમાં ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટ (GFF)માં બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. દેવદત્ત ચાંદ તથા બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની સાથે ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (DFS)ના સચિવ શ્રી સંજય લોહિયાએ સામે આપવામાં આવ્યો હતો.

બેંકની ડિજિટલ પરિવર્તનની સફરના આગામી તબક્કાનું પ્રતિનિધિત્વ કરતી bob વર્લ્ડ 2.0 એપ AIથી સંચાલિત છે, જે ભવિષ્ય માટે સજ્જ બેંકિંગ અનુભવ આપે છે અને યુનિફાઇડ ઓમ્નિ ચેનલ ડિજિટલ બેંકિંગ ઇકોસિસ્ટમ માટે પાયો નાંખે છે, જે તબક્કાવાર રીતે મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ માધ્યમોમાં આગળ વધશે. આધુનિક માઇક્રોસર્વિસીસ આધારિત ડિજિટલ માળખા પર નિર્મિત અને ઇન્ટેલિજન્ટ ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરેલી bob વર્લ્ડ 2.0 એપ સ્માર્ટ, વધારે અંગત, સંવાદ-આધારિત બેંકિંગનો સલામત અનુભવ આપે છે.

bob વર્લ્ડ 2.0 એપનું હાર્દ ચાર મુખ્ય ક્ષમતાઓ છે – વોઇસ-સક્ષમ પેમેન્ટ અને નેવિગેશન, જે ગ્રાહકોને વોઇસ કમાન્ડ મારફતે નાણાકીય વ્યવહારો શરૂ કરવા અને વિવિધ ફંક્શનની સુલભતા મેળવવાની સુવિધા આપે છે, વિસ્તૃત પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ (PFM) મોડ્યુલ, જે ગ્રાહકોને તેમના ફાઇનાન્સનું સંપૂર્ણ ચિત્ર મેળવાની અને નાણાકીય સ્થિતિ સુધારવા સક્ષમ બનાવે છે, સંવર્ધિત હાયપર-પર્સનલાઇઝ અને પર્સોના-આધારિત કસ્ટમર એક્સપિરિયન્સ, જે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, NRIs અને મિલેનિયલ્સ જેવા વ્યક્તિગત ગ્રાહકોની જરૂરિયાતો પૂરી પાડે છે તથા મલ્ટિ-લેયર્ડ સીક્યોરિટી ફ્રેમવર્ક, જે રિયલ-ટાઇમમાં સલામતી પ્રદાન કરે છે.

આ લોંચ પર બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. દેવદત્ત ચાંદે કહ્યું હતું, “જેમ જેમ બેંકિંગ વધારે ડિજિટલ બનતું જાય છે, તેમ તેમ ગ્રાહકો વધારે સરળ, ઇન્ટેલિજન્ટ, સલામત અને અતિ વ્યક્તિગત અનુભવની અપેક્ષાઓ રાખે છે. bob વર્લ્ડ 2.0 સાથે અમે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોબાઇલ બેંકિંગને નવી રીતે તૈયાર કર્યું છે. તેમાં એક જ પ્લેટફોર્મ પર ફાઇનાન્શિયલ વેલનેસ ટૂલ્સ, વોઇસ-સક્ષમ AI-સંચાલિત જોડાણ અને ગ્રાહકો માટે વ્યક્તિગત અનુભવ જેવી સુવિધાઓ સામેલ છે. ભવિષ્યનો વિચાર ધરાવતા અને ગ્રાહકોને પ્રાથમિકતા આપતી સંસ્થા તરીકે અમે સતત નવા ઇનોવેશન કરવા અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ બેંકિંગ ઇકોસિસ્ટમ બનાવવા કટિબદ્ધ છીએ, જે અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને અપેક્ષાઓ સાથે વિકસતી જશે.”

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here