Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ RTOમાં લાઈસન્સ માટે 3 મહિનાનું વેઈટિંગ, લોકો પરેશાન

અમદાવાદ RTOમાં લાઈસન્સ માટે 3 મહિનાનું વેઈટિંગ, લોકો પરેશાન

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

RTOમાં ભલે બધુ કામકાજ ઓનલાઈન થઈ રહ્યું હોય, પરંતુ તેનાથી લોકોની હાલાકીમાં જરાય ઘટાડો નથી થઈ રહ્યો. અમદાવાદ આરટીઓની તો એ સ્થિતિ છે કે, નવું ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા કે પછી જૂનું રિન્યૂ કરાવવા માટે ત્રણ મહિનાનો વેઈટિંગ પિરિયડ ચાલી રહ્યો છે, તેવામાં લોકોની હાલત કફોડી થઈ રહી છે.એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હજારો લોકો નવું લાઈસન્સ લેવા કે જૂનું રિન્યૂ કરાવવા વેઈટિંગમાં છે. સ્થિતિ ખરેખર ખરાબ છે. લોકોને નછૂટકે એજન્ટોને પૈસા આપવા પડી રહ્યા છે, કે પછી ઓનલાઈન અપોઈન્ટમેન્ટ મેળવવા માટે અડધી રાત સુધી જાગવું પડી રહ્યું છે.અમદાવાદ આરટીઓમાં હવે ટુ વ્હીલર કરતા ફોર વ્હીલરના એટલે કે કારનું લાઈસન્સ લેવા વધુ લોકો અરજી કરે છે. આરટીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર વ્હીલરની ટેસ્ટમાં 60 ટકાથી વધુ લોકો ફેલ થાય છે, અને આવા લોકોને ટેસ્ટ આપવા માટે ફરી અપોઈન્ટમેન્ટ લેવી પડે છે. જો ત્રણ મહિનાનું વેઈટિંગ ચાલતું હોય તો આવા લોકો પોતાના લર્નિંગ લાઈસન્સ પર માંડ બે વાર ટેસ્ટ આપી શકે છે, અને જો ટેસ્ટ ક્લિયર ન થાય તો તેમને ફરી લર્નિંગ લાઈસન્સ પણ લેવું પડે છેજે લોકોને લાઈસન્સ રિન્યૂ કરાવવું કે નવું લેવું અર્જન્ટ હોય તેવા લોકોને અધિકારી પોતાની સત્તાનો ઉપયોગ કરી અપોઈન્ટમેન્ટ આપી શકે છે. જોકે, આવી રીતે રોજના માત્ર 30 જ લોકોને અપોઈન્ટમેન્ટ મળી શકે છે, અને આ સ્લોટ મધરાતે ખૂલે છે. સૂત્રોનું માનીએ તો આવા સ્લોટ ખૂલતાની સાથે જ મિનિટોમાં ભરાઈ જાય છે.બેકલોગ ઘટાડવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે નવા લાઈસન્સ કે પછી રિન્યૂઅલની અરજી અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલા અન્ય ચાર સેન્ટર્સમાં સ્વિકારવાનું પણ નક્કી કર્યું છે. જેમાં અમદાવાદના કોઈ વ્યક્તિને લાઈસન્સ કઢાવવું હોય તો તે સુભાષબ્રિજ આરટીઓ, વસ્ત્રાલ, બાવળા કે પછી ગાંધીનગરમાં પણ અરજી કરી શકશે. ટ્રાન્સપોર્ટ કમિશનર એએમ જાધવે પણ સ્વિકાર્યું હતું કે, અમદાવાદ આરટીઓની ક્ષમતા કરતા વધુ લોકો અરજી કરતા હોવાથી લાંબો વેઈટિંગ પિરિયડ ચાલી રહ્યો છે.એક તરફ સામાન્ય લોકોને અપોઈન્ટમેન્ટ નથી મળી રહી, ત્યારે એન્જટો પૈસા લઈને તાત્કાલિક લાઈસન્સ રિન્યૂ કરાવી આપે છે. રાજેશ શાહ નામના એક વેપારીને આવો જ અનુભવ થયો હતો. તેમણે લાઈસન્સ રિન્યૂ કરાવવા જાતે અપોઈન્ટમેન્ટ લેવા પ્રયાસ કર્યો તો લાંબો વેઈટિંગ પિરિયડ બતાવાતો હતો, પરંતુ એજન્ટે તેમને તાત્કાલિક લાઈસન્સ રિન્યૂ કરાવી આપ્યું

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here