Monday, October 5, 2026
HomeGujaratAhmedabadકોરોનાની રસીનાં બીજા ડોઝની ગાઇડલાઇન બદલાતા લોકોમાં રોષ

કોરોનાની રસીનાં બીજા ડોઝની ગાઇડલાઇન બદલાતા લોકોમાં રોષ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજ્યમાં અત્યાર સુધી 1.45 કરોડને રસી મળી છે. ગુજરાતમાં બુધવારે 1,87,724 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

અમદાવાદ : એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાને નાથવા માટે રસી જ ઉપાય છે તેમ જણાવી રહ્યાં છે. જેથી લોકો કોરોનાની રસી મેળવવા માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે રાજ્યમાં કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ 42 દિવસ પછી જ આપવાનો નિયમ અચાનક આપી દેતાં હજારો લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી રસી મુકાવ્યા વગર પાછા જવાનો વારો આવ્યો હતો. આ નિર્ણયને કારણે બુધવારે રાજ્યનાં અનેક કેન્દ્રમાં લોકોની હાલાકી વધી ગઈ હતી અને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકો રોષે ભરાઇને કહી રહ્યાં હતા કે, કોઇપણ આગોતરી જાણ કર્યા વગર કેન્દ્રો પર આવેલા લોકોને નિયમ બતાવવામાં આવતા સૌથી વધુ હાલાકી 45થી વધુ વયના લોકોને પડી હતી. રસીકરણ કેન્દ્રો પર આ મુદ્દે લોકો અને સ્ટાફ પર બોલાચાલી પણ થઈ હતી. કતારમાં ઉભા રહ્યા પછી રસી નહીં મળતા લોકો નિરાશ થયા હતા.ભારત સરકાર તરફથી મળેલી ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલા વ્યક્તિઓ, પોતાનો બીજો ડોઝ 42 દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં બુધવારથી જ અપડેટ કરી દેવામાં આવી હતી. જેથી કોવીડશીલ્ડ રસીનાં પ્રથમ ડોઝનાં 42 દિવસ પૂર્ણ થયા બાદ જ બીજા ડોઝનું રસીકરણ થઇ શકશે. જેથી તમામ નાગરિકોએ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇને કોવીશિલ્ડ વેક્સીનના પ્રથમ ડોઝનાં 42 દિવસ પૂર્ણ થયા બાદ જ બીજો ડોઝ લેવા માટે જે તે અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં આ રસી મેળવી શકશે.અમદાવાદમાં 3 સ્થળે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર પર લાંબી કતારોમાં કાર લઇને ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે. ત્યારે તેમને પણ કલાકોની રાહ બાદ જ્યારે કહેવાયું કે, તમે પ્રથમ ડોઝ લીધાને હજુ 42 દિવસ પૂરા થયા નથી. તેથી બીજો ડોઝ આ સમય પૂરો થયા પછી જ મળશે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા લોકોને પણ પહેલા જાણ કરવામાં ન આવી અને કલાકો લાંબી કતારોમાં ઉભા રહીને જાણ કરવામાં આવી કે તમને રસી આજે નહીં મળે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here