ગુજરાતના 700 જેટલા તબીબો અને 1700 નર્સિંગ સ્ટાફ આજે હડતાળ પર ઉતરશે

0
29
CPF ઉચ્ચતર, બઢતી, વાહન વ્યવહાર ભથ્થું, LTC, ફરજ પર મૃત્યુ થાય તો ઉચ્ચક નાણાંકીય સહાય, સાતમું પગાર પંચ, કરાર આધારિત કર્મીઓને નિયમિત ભરતી વખતે પ્રાથમિકતા મળે જેવા મુદ્દાઓને લઈ લાંબા સમયથી નર્સિંગ એસોસિયેશન રજૂઆત કરી રહ્યું છે.
CPF ઉચ્ચતર, બઢતી, વાહન વ્યવહાર ભથ્થું, LTC, ફરજ પર મૃત્યુ થાય તો ઉચ્ચક નાણાંકીય સહાય, સાતમું પગાર પંચ, કરાર આધારિત કર્મીઓને નિયમિત ભરતી વખતે પ્રાથમિકતા મળે જેવા મુદ્દાઓને લઈ લાંબા સમયથી નર્સિંગ એસોસિયેશન રજૂઆત કરી રહ્યું છે.

રાજ્યમાં આવેલી 8 GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કર્મીઓ 12 વાગ્યા બાદ હળતાર પર ઉતરી જશે

અમદાવાદ :ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો આજે હડતાળ પર ઉતરશે. ગુજરાતના 700 જેટલા તબીબો બપોરે 12 વાગ્યાથી હડતાળમાં જોડાશે. પ્રોવિડન્ટ ફંડ, સાતમા પગારપંચનું એરિયર્સ, કોવિડ ડ્યુટી બદલ પ્રોત્સાહનરૂપે અન્ય તબીબોને આપવામાં આવેલા 25,000 રૂપિયા કે જે GMERS સાથે સંકળાયેલા તબીબોને નથી આપવામાં આવ્યા. આ તમામ માંગ સાથે તબીબોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ GMERS ના 1700 નર્સિંગ સ્ટાફ સાથે 700 જેટલા તબીબો પણ સરકાર સામે આક્રમક મૂડમાં આવીગયા છે. GMERS ના 700 જેટલા તબીબો ગઈકાલે નોન કોવિડ ડ્યુટીથી અળગા રહ્યા હતા. સરકાર માગણીઓ ના સ્વીકારે તો હવે કોવિડ ડ્યુટીથી પણઅળગા રહેશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. તો બીજી તરફ, રાજ્યમાં આવેલી 8 GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કર્મીઓ 12 વાગ્યા બાદ હળતાર પર ઉતરી જશે. બપોરે 12 વાગ્યા સુધીમાં સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ ના મળે તો તેઓ હડતાળ કરશે. લાંબા સમયથી પડતર માંગણીઓ ના સંતોષાતા 1700 જેટલા નર્સિંગકર્મીઓ હડતાળમાં જોડાશે. 8 GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તમામ 1700 કર્મીઓ સરકારના પ્રતિક્રીયાની રાહ જોઈ રહ્યા છે. CPF ઉચ્ચતર, બઢતી, વાહન વ્યવહાર ભથ્થું, LTC, ફરજ પર મૃત્યુ થાય તો ઉચ્ચક નાણાંકીય સહાય, સાતમું પગાર પંચ, કરાર આધારિત કર્મીઓને નિયમિત ભરતી વખતે પ્રાથમિકતા મળે જેવા મુદ્દાઓને લઈ લાંબા સમયથી નર્સિંગ એસોસિયેશન રજૂઆત કરી રહ્યું છે. વારંવાર રજુઆત બાદ પણ માગણીઓ ના સંતોષાતા આખરે હળતાળનો સહારો લેશે. તો બીજી તરફ, આ હડતાળના મામલે સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલુ  છે. પરંતુ તેનુ જો કોઈ નક્કર પરિણામ ન આવે તો gmers ના  તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ આજે બપોરે 12 વાગ્યા થી હડતાળ પર જશે. કુલ 700 તબીબો અને 1700 નર્સિગ સ્ટાફ હડતાળમાં જોડાશે. તેમના તરફથી રાજ્ય સરકારને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. હજી સુધી પરિણામલક્ષી બેઠકનો દોર શરૂ થયો નથી. સરકાર સાથે સમાધાન નહીં થાય તો બપોરે 12 વાગ્યે તમામ 8 મેડિકલ કોલેજની બહાર દેખાવો કરી હડતાળ પર જશે. રાજ્ય સરકારના મેડિકલ કોલેજોને મળતા લાભ જીએમઈઆરએસને પણ મળવા જઈએ તે મુખ્ય માંગણી છે.