Wednesday, August 5, 2026
HomeEducationCBSE 10માનું પરિણામ જાહેર: 99.04% વિદ્યાર્થીઓ પાસ થયા, છોકરીઓએ મારી બાજી

CBSE 10માનું પરિણામ જાહેર: 99.04% વિદ્યાર્થીઓ પાસ થયા, છોકરીઓએ મારી બાજી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10માના લાખો વિદ્યાર્થીઓના રિઝલ્ટની રાહનો હવે અંત આવ્યો. બોર્ડે મંગળવાર બપોરે 12 વાગે 10માનું રિઝલ્ટ જાહેર કરી દીધું. તેમાં 99.04% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પણ છોકરીઓએ જ બાજી મારી છે. પાસ થયેલા છોકરાઓની તુલનામાં છોકરીઓ 0.35% વધારે છે.વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in દ્વારા પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. તે સિવાય ડિજિલોકોર અને SMS દ્વારા પણ રિઝલ્ટ જોઈ શકે છે. કોરોનાનાં કારણે પરિક્ષા વગર પરિણામ જાહેર કરવાને કારણે મેરિટ લિસ્ટ આ વખતે પણ જાહેર કરવામાં નથી આવ્યું.આ વર્ષે રિઝલ્ટ માટે છેલ્લા 3 વર્ષમાં સ્કૂલના સૌથી સારા પરિણામવાળા વર્ષને આધાર વર્ષ (રેફરન્સ યર) માનવામાં આવ્યું. વિષય મુજબના માર્ક્સ નક્કી કરવાની આ પણ એક રીત રહી છે. રેફરન્સ યરમાં તમામ વિદ્યાર્થીઓને સરેરાશ માર્ક્સના હિસાબથી જ આ વખતે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ સરેરાશ ગુણ કરતાં 2 ગુણ વધુ કે ઓછા હોઈ શકે છે.10માનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે કોરોનાના કારણે 10માની પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડે ઈન્ટર્નલ અસેસમેન્ટ સ્કિમ અંતર્ગત પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં આ વર્ષે પણ બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરે. તેમજ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની પણ તક આપવામાં આવશે.વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને SMS દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકશે. તેના માટે તેમને પહેલા ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ અહીં રહેલા ઓપ્શનમાં CBSE સિલેક્ટ કરીને લોગિન કરવું. લોગિન કરતાં જ પરિણામ ઓપન થઈ જશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here