રિઝલ્ટ જાહેર: પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું

0
67
અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે, તે જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે,માર્કશીટમાં માસ પ્રમોશનનો ક્યાંય ઉલ્લેખ નથી
અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે, તે જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે,માર્કશીટમાં માસ પ્રમોશનનો ક્યાંય ઉલ્લેખ નથી

અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ રિઝલ્ટ જાહેર થતાં તેમની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું એનાથી પરિણામ માટે અંદાજ હતો. આજે પરિણામ જાહેર થયું, તેથી એની કોપી લેવા આવ્યા છીએ. પરિણામને લઇને વિદ્યાથીઓમાં ખુશીનો માહોલ છે. પરિણામ અંગે વિદ્યાર્થીઓએ ચર્ચા પણ કરી, જેમાં કોલેજમાં કઈ રીતે પ્રવેશ મેળવવો, કઈ સ્ટ્રીમમાં આગળ વધવું એ તમામ બાબતે ચર્ચા કરી અને સ્કૂલના આચાર્યએ પણ વિદ્યાર્થીઓને સલાહ-સૂચન આપ્યાં હતાં.ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાનમાં લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.