મુંબઈ: એરટેલે(Airtel) હાલમાં એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યૂઝર્સને 77 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ નવા પ્રીપેડ પ્લાનની કિંમત રૂ. 666 છે. આ પ્લાન એવા સમયે લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ટેલિકોમ ઓપરેટરો પોતાના કેટલાક પ્રીપેડ પ્લાનના લાભમાં ઘટાડો કરીને ટેરિફમાં વધારો કરી રહી છે. મળતી માહિતી અનુસાર એરટેલ હવે તેના રૂ. 99 પ્રીપેડ પ્લાન સાથે યૂઝર્સને SMSના લાભ પણ આપી રહી છે. જે ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓમાં સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન પણ છે.એરટેલે પોતાના રૂ. 666ના પ્રીપેડ પ્લાનમાં 77 દિવસની વેલિડિટીમાં યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા, અમર્યાદિત કૉલ્સ અને 100 SMS પ્રતિ દિવસ આપે છે. આ પ્લાનના એડિશનલ બેનિફિટ્સમાં યૂઝર્સને પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન, એપોલો 24|7 સર્કલ, શૉ એકેડમી સાથે ફ્રી ઑનલાઇન અભ્યાસક્રમો, ફાસ્ટેગ પર રૂ. 100 કેશબેક, ફ્રી હેલો ટ્યુન્સ અને વિંક મ્યુઝિક મળે છે. આ પ્લાન સૌપ્રથમ ટેલિકોમ ટોક દ્વારા નોટિસ કરવામાં આવ્યો હતો.Vi નો રૂ. 666નો પ્રીપેડ પ્લાન 77 દિવસની વેલિડિટી સાથે 1.5GB દૈનિક ડેટાની ઍક્સેસ આપે છે. આ પ્લાનમાં 100 SMS અને અમર્યાદિત કૉલ્સ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં એડિશનલ બેનિફિટ્સમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના અમર્યાદિત ડેટાનો લાભ આપવામાં આવે છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને આખા અઠવાડિયા દરમિયાન અનયૂઝ્ડ ડેટાને કેરી-ફોરવર્ડ કરી આપે છે. આ સાથે પ્લાન કોઈપણ વધારાના ખર્ચ વિના દર મહિને 2GB સુધીનો બેકઅપ ડેટા અને Vi Movies અને TV VIP ઍક્સેસ આપે છે.એરટેલ રૂ. 455ના પ્રીપેડ પ્લાનમાં 6GB ડેટા ઓફર કરે છે, જેની વેલિડિટી 84 દિવસ છે. આ પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ કોલ્સ અને 900 SMS મળે છે. આ પ્લાનના એડિશનલ બેનિફિટ્સમાં Amazon Prime Video Mobile Edition, Apollo 24 | 7 સર્કલ, ફ્રી ઑનલાઇન કોર્સ, ફાસ્ટેગ પર રૂ. 100 કેશબેક, ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝિક યૂઝર્સને મળે છે.
Airtel vs Jio vs Vi: એરટેલે લૉંચ કર્યો રૂ. 666નો પ્રિપેડ રિચાર્જ પ્લાન, મળશે 77 દિવસની વેલિડિટી
Date: