બિસ્કિટ બનાવવાના બિઝનેસમાં થશે મોટી કમાણી, સરકારી સહાય મળશે

0
49
આ એક એવો બિઝનેસ છે જે મહિલા કે પુરુષ કોઈ પણ કરી શકો છે,આપણા દેશમાં અડધાથી વધારે લોકો રોજ સવારે કે સાંજે ચા સાથે બિસ્કિટ ખાય છે
આ એક એવો બિઝનેસ છે જે મહિલા કે પુરુષ કોઈ પણ કરી શકો છે,આપણા દેશમાં અડધાથી વધારે લોકો રોજ સવારે કે સાંજે ચા સાથે બિસ્કિટ ખાય છે

મુંબઈ: જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આજે અમે આપને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જે તમારા ભવિષ્ય માટે એક પ્રોફિટેબલ ડીલ સાબિત થશે. આ એક એવો બિઝનેસ છે જે મહિલા કે પુરુષ કોઈ પણ કરી શકો છે. આ બિઝનેસ છે બિસ્કિટ મેકિંગ નો. આપણા દેશમાં અડધાથી વધારે લોકો રોજ સવારે કે સાંજે ચા સાથે બિસ્કિટ ખાય છે. સમય અને વધતી વેરાઈટીઓની સાથે બજારમાં હવે બિસ્કિટની માંગમાં પણ વધારો થયો છે. એવામાં બિસ્કિટ મેકિંગના બિઝનેસમાં તમે સરળતાથી નફો કમાવી શકો છો. તો ચાલો જાણીએ બિસ્કિટલ મેકિંગ વ્યવસાય વિશેની વધુ વિગતો.જો કોઈ એન્ટરપ્રિન્યોર નવો અને પ્રોફિટેબલ શરૂ કરવા અંગે વિચારી રહ્યો હોય જે એકલા અથવા નોકરી સાથે પણ કરી શકાય, જેમાં કોઈ મોટા રોકાણની પણ જરૂર ન હોય અને સાથે જ સરકારનો સપોર્ટ પણ મળી રહે, તો બિસ્કિટ મેકિંગ આવા લોકો માટે એક સારો વિકલ્પ છે. તમે 4થી 5 લાખ રૂપિયા સુધીના નજીવા રોકાણથી આ બિઝનેસ શરૂ કરી શકો છો.સરકાર તરફથી પણ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત બિસ્કિટ મેકિંગ બિઝનેસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુદ્રા યોજના અંતર્ગત બિઝનેસ શરૂ કરવા માટે તમારે 75,000થી 90,000 સુધીનું રોકાણ કરવાનું રહેશે. જણાવી દઈએ કે તમારા રોકાણના 80 ટકા સુધીની સહાયતા મુદ્રા યોજના દ્વારા મળી રહેતી હોય છે. આ બિઝનેસથી મદદથી તમે મહિને 30થી 40 હજાર સુધીનો નફો કમાઈ શકો છો.બિસ્કિટ દરરોજ મોટાપાયે વપરાતા ખાદ્ય પદાર્થોમાનું એક છે, તેથી એક વાત સંપૂર્ણ ચોક્કસતાથી કહી શકાય છે કે બિસ્કિટનું સંભવિત માર્કેટ ખૂબ મોટું છે. તમારા બિસ્કિટનું વેચાણ વધુ થાય તે માટે તમારે સ્ટ્રેટજી, ઈનોવેશન, પેકિંગ, પ્લાનિંગ, નવા ફ્લેવર, નવા શેપ અને અવનવા આઈડિયા માટે સતત કાર્યશીલ રહેવું જરૂરી છે. તમામ વસ્તુની સાથે હેલ્થ કોન્શીયસ લોકોની પસંદનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.કોઈપણ બિસ્કિટ મેકિંગ પ્લાન્ટ સેટઅપ કરવાનો કુલ ખર્ચ અંદાજે રૂ. 4થી 5 લાખનો થાય છે. જો તમારી પાસે રૂ. 90,000 હોય તો તમે બાકી વધતી રકમ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri MUDRA Yojana)ની મદદથી બાકીની રકમ મેળવી શકો છો. પ્લાન્ટ સેટઅપ કરવા માટે તમારી પાસે 450થી 650 સ્કેવરફૂટની જગ્યા હોવી જરૂરી છે. આ જગ્યા તમે ભાડે પણ લઈ શકો છો.