Wednesday, August 5, 2026
HomeGujaratહાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પૂર્વે કર્યો મોટો ઈશારો, શું કેસરિયા કરવાની તૈયારી?

હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પૂર્વે કર્યો મોટો ઈશારો, શું કેસરિયા કરવાની તૈયારી?

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં આવનારી ચૂંટણી પહેલા ભારે હલચલ દેખાઇ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પોતાનો વ્હોટ્સએપ ડીપી બદલી નાંખ્યો છે. બે દિવસ પહેલા હાર્દિકે ડીપી પરથી કોંગ્રેસનો પંજો કાઢી નાંખ્યો હતો અને હવે કેસરી ખેસ પહેર્યો હોય તેવી તસવીર મુકી છે. ત્યારે ફરીથી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, હાર્દિક ભાજપમાં જોડાઇ રહ્યો છે?હાર્દિક પટેલ હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત હાર્દિકે જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી. આ ઉપરાંત હાર્દિકે, ભાજપના વખાણ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપમાં નિર્ણય શક્તિ સારી છે.હાર્દિકે વ્હોટ્સ એપ પર ફોટો બદલ્યો છે પરંતુ ફેસબુક અને ટ્વિટરમાં પ્રોફાઈલ પિક્ચર પહેલાનું જ છે. ઈન્સ્ટાગ્રામમાં ફોર્મલ પિક્ચર જ રાખ્યું છે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા ત્યારથી તેના વ્હોટ્સએપ નંબરમાં આ કોંગ્રેસના પંજાની નિશાનીવાળું ડીપી હતું અને એમાં લખ્યું હતું કે, ‘હું લડીશ અને જીતીશ.’

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here