Friday, June 5, 2026
HomeGujaratનકલી ક્રિકેટ લીગ મામલો, સટ્ટાબાજી કરી કરોડોનો માલિક બની ગયો અશોક ચૌધરી

નકલી ક્રિકેટ લીગ મામલો, સટ્ટાબાજી કરી કરોડોનો માલિક બની ગયો અશોક ચૌધરી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મેરઠ : નકલી ક્રિકેટ લીગ ટી-20 બનાવીને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનનાર અશોક ચૌધરીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગુજરાત પોલીસ અને હાપુડ પોલીસ ખાલી હાથે પરત ફરી છે. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે અશોક ચૌધરીએ ઘણા રાજ્યોમાં કરોડોની સંપત્તિ બનાવી રાખી છે. દિલ્હી, હરિયાણા સિવાય મુંબઈ અને ગોવામાં પણ અશોક ચૌધરીએ સંપત્તિ બનાવી છે. મેરઠના સાકેત, પલ્લવમપુરમમાં કોઠી ખરીદી છે. જેની તપાસ માટે હાપુડ પોલીસ મેરઠ પોલીસની મદદ માંગી રહી છે. જેથી સંપતી જપ્તની કાર્યવાહી કરી શકાય. મેરઠ સિટીના એસપી વિનીત ભટનાગરના મતે અશોક ચૌધરીની શોધ ગુજરાત અને હાપુડ પોલીસ કરી રહી છે. જોકે તેની કોઇ ભાળ મળી નથી. પોલીસ વિવેચનામાં અશોકના ભાઇ પપ્પનું નામ પણ સામેલ કરી રહી છે. નકલી ક્રિકેટ લીગ ટી-20 કરાવનાર ગેંગનો માસ્ટરમાઇન્ડ રસિયાનો એફિમોવ છે. તેના ઇશારે જ જૈનપુરનો રહેવાસી અશોક ચૌધરી અને મધ્ય પ્રદેશનો રહેવાસી આસિફ મેરઠ અને ગુજરાતમાં નકલી મેચ કરાવી ચૂક્યા છે.ગુજરાત પછી હાપુડ પોલીસે આ ગેંગ પરથી પડદો ઉઠાવ્યો હતો. પરીક્ષિતગઢના ગામ ખજુરી નિવાસી શિતાબ ઉર્ફે શબ્બુ અને ગ્વાલિયરના ઋષભને જેલ મોકલી દીધા છે. આસિફની શોધ માટે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. જ્યારે અશોક ચૌધરી નવ જુલાઇના રોજ પરિવાર સાથે મોસ્કો ચાલ્યો ગયો છે. તેણે અભ્યાસ મોસ્કોમાં કર્યો છે. પોલીસે તેની જાણકારી પણ મેળવી છે.અશોક ચૌધરી સામે ગેંગસ્ટર એક્ટનો કેસ નોંધીને 14-એ ની કાર્યવાહી અંતર્ગત સંપત્તિ જપ્ત કરવામાં આવશે. મેરઠમાં ઘણી કોઠીએ બનાવ્યા પછી તેણે ઘણા રાજ્યોમાં પોતાની જાળ ફેલાવી ઘણી કોઠીઓ ઉભી કરી છે. હાપુડ પોલીસે અશોક ચૌધરીના ભાઇ, પરિવાર અને સંબંધીઓની પુરી લિસ્ટ તૈયાર કરી છે. જલ્દી તેમની પૂછપરછ કરવામાં આવશે. ગુજરાત પોલીસને નકલી ટી-20 મેચની વીડિયોગ્રાફી પણ મળી ગઈ છે.યુપીમાં જે સટ્ટાકાંડ સામે આવ્યો તેની મોડસ ઓપરેન્ડી મહેસાણાના સટ્ટાકાંડ જેવી જ હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાના લોકલ ખેલાડીઓને મેચ રમવા બોલાવવામાં આવતા. અંદાજે 40 હજાર રૂપિયા ભાડુ આપીને નકલી મેચ રમાડવામાં આવતી હતી. આરોપી અશોક ચૌધરી મેચ રમાડવાના 30 થી 40 હજાર રૂપિયા શિતાબ ઉર્ફ શબ્બુને આપતો હતો. આ નકલી મેચ પર રશિયામાં સટ્ટો રમાતો હતો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here