Friday, June 5, 2026
Homenational10 અધિકારીઓ 4 કલાકથી પૂછપરછ કરી રહ્યા છે; દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ...

10 અધિકારીઓ 4 કલાકથી પૂછપરછ કરી રહ્યા છે; દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ, જમીન કૌભાંડમાં અટકાયત કરવાની તૈયારી

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

મુંબઈ : EDની ટીમ સવારે 7.30 વાગ્યે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી ગઈ હતી. ટીમે દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ કરી દીધો છે. આ ફ્લેટ રાઉતે 83 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ફ્લેટ ખરીદવા માટે રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. EDની ટીમ શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચીને કાર્યવાહી કરી રહી છે. EDની ટીમમાં 10 જેટલા અધિકારીઓ છે. મહારાષ્ટ્રમાં 1034 કરોડના પાત્રા ચાલી જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પૂછપરછ કરી રહી છે. રાઉતનો દાદરવાળો ફ્લેટ સીલ કરવામાં આવ્યો છે. રાઉતને ED દ્વારા 27 જુલાઈએ બોલાવવામાં આવ્યા હતા. પણ તેઓ અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા હતા. સંજય રાઉત અને તેમના ધારાસભ્ય ભાઈ સુનીલ રાઉત બંને હાલમાં તેમના ભાંડુપના મૈત્રી બંગલા ખાતે હાજર છે.EDની કાર્યવાહીની માહિતી મળતાં જ શિવસેનાના કાર્યકરો સંજય રાઉતના ઘરની બહાર એકઠા થવા લાગ્યા હતા. કાર્યકરોએ કેન્દ્ર સરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલી સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.આરોપ છે કે રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલીમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ પ્લોટ પર 3000 ફ્લેટ બાંધવાનું કામ મળ્યું હતુ. જેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા રહેવાસીઓને આપવાના હતા. બાકીની રકમ MHADA અને કંપનીને આપવાની હતી, પરંતુ વર્ષ 2011માં આ વિશાળ પ્લોટના કેટલોક ભાગ અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો હતો.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here