15 વર્ષમાં દેશમાં 135 મિગ-21 ક્રેશ; 200 પાઇલટ ગુમાવ્યા

0
5
આ દુર્ઘટનાઓના કારણે રૂપિયા અઢી હજાર કરોડનું પણ આંધણ
30 વર્ષમાં નિવૃત્ત થવાના હતા મિગ, ઓવર હોલિંગથી આવરદા વધારાઈ હતી

નવી દિલ્હી : ભારતમાં 2007થી 2022ની વચ્ચે 135 વિમાન નષ્ટ થયા છે, જેમાં અડધાથી વધુ મિગ ફાઇટર હતાં. તેને કારણે દેશને 2,282 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વર્ષ 2007થી 2012ની વચ્ચે દર વર્ષે 13 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા, જ્યારે ત્યારબાદ આ સરેરાશ 8 રહી. હવે દર વર્ષે 6 વિમાન દુર્ઘટના નોંધાઈ રહી છે. છેલ્લાં 15 વર્ષમાં કુલ 135 વિમાન ક્રેશ થયાં છે, જેમાં સેનાએ 200 ફાઇટર પાઇલટ ગુમાવ્યા છે. આ અંગે વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું, 2020-21માં વિમાન દુર્ઘટનાનો દર 50 વર્ષમાં સૌથી ઓછો રહી ગયો છે. તેનું મોટું કારણ એ પણ છે કે ફાઇટર કાફલામાં મિગ-21ના સ્ક્વાડ્રન જ બચ્યા છે. તેમાંથી એક સપ્ટેમ્બરમાં સેવાથી બહાર થઈ જશે. ત્યારબાદ દરેક વર્ષે સ્ક્વૉડ્રન સેવાથી હટતા રહેશે. આ રીતે ત્રણ વર્ષમાં મિગ-21 સેવાથી બહાર થઈ જશે, જેને ‘ઉડતા કોફિન’ કહેવામાં આવે છે. મિગ-21 વિમાનોને 1963માં સેનામા઼ સામેલ કરવામાં આવ્યા. અત્યાર સુધી 875 વિમાન ભારતીય સેનાના બેડામાં સામેલ થયા. તેમાં અડધા દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા અને બાકી ફેજ આઉટ થઈ ગયા. વર્ષ 1971માં નક્કી થયું કે મિગ-21ને 30 વર્ષની અંદર ફેઝ આઉટ કરી દેવામાં આવશે. જોકે ફાઇટર કાફલાની તાકાત બરકરાર રાખવા માટે ઓવરહોલિંગથી તેની ઓપરેશનલ આવરદા વધારવામાં આવતી રહી. તેમાં કોઈ શંકા નથી કે મિગ-21 ઘરડા થઈ ગયા છે. તેને સર્વિસમાં રાખવા મેેન્ટેઈન રાખવા સરળ નથી. વાયુસેના પાસે મિગના 20 સ્ક્વાડ્રન હતા. ફેઝ આઉટ પ્લાન હેઠળ સુખોઈ-30ના 15 અને તેજસના 2 સ્ક્વાડ્રન સામેલ કરવામાં આવ્યા. આ રીતે ફાઇટરોની ભરપાઈ કરવામાં આવતી રહી. દુર્ઘટના થતી હોવા છતાં ફેઝ આઉટ ઝડપી ન કરવા પર સવાલ ઉઠાવવામાં આવે છે. એ સમજવું જોઈએ કે વિમાનોને સેવાથી બહાર કરવાનો પ્લાન નિયત હોય છે. દરેક દુર્ઘટના બાદ તેમાં ફેરફાર નથી કરવામાં આવતા. નવા વિમાનોની ખરીદી અને હાલની ઓપરેશનલ ક્ષમતાના હિસાબથી યોજના બને છે. જ્યારે કોઈ વિમાન ઓપરેશનની દૃષ્ટિથી બેકાર થઈ જાય છે અને જૂનું થઈ જાય છે તો તેને રિટાયર કરી દેવામાં આવે છે. કોઈ ફાઇટર માત્ર ફ્લાઇંગ મશીન નથી. તેનું નવા જમાનાના હિસાબથી તાકાતવાન હોવું જરૂરી છે. તેની રડાર સિસ્ટમ, હથિયાર પ્રણાલીઓ આધુનિક ન હોય તો તેને સેવામાં રાખવાનો કોઈ અર્થ નથી.