Thursday, August 6, 2026
Homenationalઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત

ઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને લખનઉ રેફર કરવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતા. આ ઘટના બહરાઈચ જિલ્લાના નાનપરા વિસ્તારના ભગડવા માસૂપુર ગામની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જુલૂસની લારીમાં લોખંડનો સળિયો હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક વાયર સાથે ટચ થઈ ગયો હતો. લોખંડનો સળિયો હાઈ ટેન્શન વાયર સાથે અથડાતા જ હાથગાડીમાં કરંટ નીચે આવ્યો હતો અને સાત લોકો તેની લપેટમાં આવી ગયા હતા. જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, જુલૂસ રાત્રે 2:00 વાગ્યે સમાપ્ત થયું ગયું હતું. પીડિતોના સંબંધીઓએ જણાવ્યું કે સવારે 4:00 વાગ્યાની આસપાસ આ છોકરાઓ પાઈપ લાગેલ લારીને પડોશી ગામમાં લઈ જતા હતા ત્યારે તેઓ હાઈ-ટેન્શન લાઈનની પકડમાં આવી ગયા હતા. એકબીજાને બચાવવા જતાં પાંચ લોકોના મોત થયા હતા. પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે, અકસ્માત અચાનક થયો અને તેમાં કોઈની ભૂલ નથી. સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here