Monday, October 5, 2026
HomeGujaratવડોદરામાં વધુ એક લવ જેહાદ: યુવતીને એક વર્ષે ખબર પડી કે...

વડોદરામાં વધુ એક લવ જેહાદ: યુવતીને એક વર્ષે ખબર પડી કે વિધર્મી છે, બીજે લગ્ન કરતા અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડોદરા : વડોદરા શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં ધર્મ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી હોવાની જાણ યુવતીને થતાં બીજે લગ્ન કરી લીધા હતા. પિયરમાં આવેલી યુવતીના ઘરે જઇ વિધર્મીએ જો મારી નહી થાય તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી. વડોદરાના મુજમહુડા ખાતે રહેતી મીના (નામ બદલેલું છે) ચાર વર્ષ પહેલાં અકોટા ગાર્ડનમાં અનીશ મહંમદ અલી બંજારા (રહે. તાંદલજા, વડોદરા)ને મળી હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. ત્યારે એક વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંનેએ મરજીથી શારિરિક સંબંધો બાંધ્યા હતા. એક વર્ષ બાદ યુવતીને જાણ થઇ હતી કે, અનીશ વિધર્મી છે અને તેના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. જેથી મીનાએ અનીશ સાથે સંબંધ તોડ્યો હતો અને પરપ્રાંતમાં લગ્ન કર્યાં હતા, ત્યારે અનીશ યુવતીને અંગત પળોના લીધેલા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો અને તારે મારી પાસે આવવું જ પડશે તેમ કહેતો હતો.ગત રવિવારે અનીશ યુવતીના ઘરે ગયો હતો અને તેની માતાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અપશબ્દો બોલી કહ્યું હતું કે ‘તારી દીકરી મારી નહીં થાય તો બીજા કોઈની નહી થવા દઉં અને હું તેને પતાવી દઇશ. જેથી મીનાએ રવિવારે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે.પી.રોડ પોલીસે ફરિયાદના આધારે અનીશ બંજારાની અટકાયત કરીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે ‘બે માસ પહેલા પિયરમાં આવી હતી, ત્યારે પણ અનીશે પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે તેણે ધમકી આપી હતી. અનીશ પાસે અંગત પળોના વીડિયો હોવાથી મીનાએ અગાઉ તેની સામે ફરિયાદ નોંધાવી ન હતી. અનીશે મીનાની જાણ બહાર વીડિયો ઉતારીને તેને બ્લેમેલ કરવાનું શરુ કર્યું હતું. જાતિ વિષયક ઉચ્ચારણો કરીને કહ્યું હતું કે, તારે મારી પાસે એક વાર આવવું પડશે અને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું છે કે ‘અનીશે મીનાના પતિને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. જેને કારણે મીના અને પતિ વચ્ચે અણબનાવ બનતાં મીના બે મહિનાથી પિયરમાં રહે છે.દોઢ મહિના પહેલા વડોદરા શહેરના છાણી વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. વિધર્મી વિદ્યાર્થી અને હિન્દુ વિદ્યાર્થિની એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા. નવરાત્રિ દરમિયાન વિધર્મી સગીરે ગરબા રમ્યા બાદ સગીરાની છેડતી કરી હતી. જે અંગે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને પ્રેમ-જાળમાં ફસાવી પટાવી ફોસલાવીને અપહરણ કરી ભગાડી જાય છે, ત્યાર બાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ચોંકાવનારા બનાવ બની ચૂક્યા છે. તો કેટલીક એવી ઘટના પણ સામે આવી છે. જેમાં વિધર્મી યુવકો હિન્દુ યુવતી સાથે મિત્રતા કર્યા બાદ તેની પ્રેમજાળમાં ફસાવી દેતા હોય છે, ત્યારબાદ વિધર્મી યુવકો યુવતીને તેમના રીતી રિવાજ મુજબ રહેવા માટે તથા તેમના ધર્મને સ્વીકારવા દબાણ પણ કરતા હોય છે. ત્યારે વધુ એક લવજેહાદનો કિસ્સો પોલીસ મથકમાં આવતા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here