Thursday, September 24, 2026
Homenationalતુનિષા શર્મા બાદ હવે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર લીના નાગવંશીએ કરી આત્મહત્યા

તુનિષા શર્મા બાદ હવે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર લીના નાગવંશીએ કરી આત્મહત્યા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મુંબઈ : હાલમાં જ 20 વર્ષની તુનિષા શર્માની આત્મહત્યાએ બધાને ચોંકાવી દીધા હતા અને આ દરમિયાન હવે છત્તીસગઢના રાયગઢમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 22 વર્ષની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ લીનાના મૃત્યુની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી તેને આત્મહત્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી અને તેણે બે દિવસ પહેલા જ તેની રીલ્સ શેર કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે છત્તીસગઢ પોલીસના સબ ઈન્સ્પેક્ટર ઈંગેશ્વર યાદવે કહ્યું કે, લગભગ 1:00 વાગ્યે અમને સૂચના મળી કે, લીના નાગવંશી નામની એક 22 વર્ષીય છોકરીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જ્યાં સુધીમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં ઘરવાળાએ તેને ઉતારી લીધી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. લીના ઈન્સ્ટાગ્રામ સાથે સાથે યુટ્યુબ પર પણ ખૂબ એક્ટિવ રહેતી હતી અને તેની એક ચેનલ પણ હતી. લીના નાગવંશી છત્તીસગઢના રાયગઢની લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર હતી. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા અને ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ હતી. લીનાની પોતાની એક લોકપ્રિય યુટ્યુબ ચેનલ પણ હતી.લીનાના પરિવારજનો પાસેથી કોઈ જ જાણકારી નથી મળી પરંતુ લીનાને ઓળખનારાએ કહ્યું હતું કે, તે ખૂબ બિંદાસ સ્વભાવની હતી. લીના ફોનમાં વીડિયો બનાવવાની શોખીન હતી તેથી તે હંમેશા રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here