Saturday, October 24, 2026
Homenationalસંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં...

સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

નવી દિલ્હી : સંસદની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાન સંસદની સુરક્ષા સંભાળી રહ્યા હતા.  સંસદની સુરક્ષામાં 13મી ડિસેમ્બરે ચૂક થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદની સુરક્ષાને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વિરોધ પક્ષોની માંગ છે કે આ સુરક્ષા ચૂકને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવીને નિવેદન આપે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે CISFને આપવાનો નિર્ણય તપાસ કમિટિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. CISFએ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)નો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન હેઠળ આવતી સંસ્થાઓ, એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષાનું કામ કરે છે. આ ઉપરાંત દિલ્હીમાં ઘણા મંત્રાલયોના ભવનોની સુરક્ષાની જવાબદારી પણ CISF પાસે છે. આ રીતે સરકારના આ નિર્ણય બાદ હવે CISF પાસે દેશની સૌથી સુરક્ષિત ગણાતી સંસદની સુરક્ષાની જવાબદારી પણ આવી ગઈ છે. ગૃહમંત્રાલયે CISFને સંસદ પરીસરનો સરવે કરવા નિર્દેશ આપ્યો છે જે કારણે સુરક્ષાની જવાબદારી લેતા પહેલા CISF સંસદ ભવન પરીસરનો સરવે કરશે. આ સરવે દ્વારા જાણી શકાય છે કે CISFની સિક્યુરિટી અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાતી કેવી રીતે થઈ શકે છે. આ કામ માટે કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા કરનારી CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના એક્સપર્ટ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારી તેમની મદદ કરશે. આ ટીમમાં CISS ફાયર અને રેસ્ક્યું ઓફિસર્સનો પણ સમાવેશ કરવામાં આવશે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here