Sunday, March 8, 2026
HomeBusinessસોનામાં તેજીના કારણે ગોલ્ડ લોનની માગ વધશે, જાણો કઈ બેન્ક કેટલા દરે...

સોનામાં તેજીના કારણે ગોલ્ડ લોનની માગ વધશે, જાણો કઈ બેન્ક કેટલા દરે કરી રહી છે ધિરાણ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુ બજાર માટે સકારાત્મક પરિબળોના પગલે સોનાના ભાવમાં ફરી પાછી તેજી જોવા મળી છે. ગઈકાલે અમદાવાદમાં સોનું રૂ. 76000 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું. સોનામાં તેજી ગોલ્ડ લોન લેવા ઈચ્છુકો માટે શુભ સંકેતો આપે છે. કારણકે, ભાવમાં વૃદ્ધિના કારણે લોનધારકોને ગોલ્ડ પર વધુ રકમની લોન મળી શકશે.
ઓછા દસ્તાવેજ પર ઝડપથી નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે અવારનવાર સોનાની અવેજમાં લોન લેવામાં આવતી હોય છે. આરબીઆઈના ડેટા મુજબ, 2020માં ગોલ્ડ લોન પેટે રૂ. 46971 કરોડની ફાળવણી થઈ હતી. જે સતત વધી સપ્ટેમ્બર, 2022 સુધી લગભગ બમણી રૂ. 80617 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં 22.7 ટકાના દરે ગોલ્ડ લોન માર્કેટ ગ્રોથ કરી રહ્યું છે. ઘણી સરકારી અને ખાનગી બેન્કો ઉપરાંત નાણાકીય સંસ્થાઓ જુદા-જુદા રેટ પર ગોલ્ડ લોન આપી રહી છે.

ખાનગી સેક્ટરની બેન્ક એચડીએફસી બેન્ક બે વર્ષ માટે રૂ. 5 લાખની ગોલ્ડ લોન પર 8.5 ટકા વ્યાજ વસૂલી રહી છે. જેમાં માસિક ધોરણે રૂ. 22568નો ઈએમઆઈ ચૂકવવો પડશે. ઈન્ડિયન બેન્ક બે વર્ષ માટે રૂ. 5 લાખની ગોલ્ડ લોન 8.65 ટકાના દરે ફાળવી રહી છે. જેમાં માસિક ધોરણે રૂ. 22599નો ઈએમઆઈ ચૂકવવો પડે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા 8.7 ટકાના દરે લોન ફાળવી રહી છે. જે બે વર્ષ માટે રૂ. 5 લાખની ગોલ્ડ લોન પર રૂ. 22610નો ઈએમઆઈ વસૂલે છે. બેન્ક ઓફ ઈન્ડિયા બે વર્ષના પિરિયડ પર રૂ. 5 લાખની ગોલ્ડ લોન 8.8 ટકાના દરે ફાળવી રહી છે. જેમાં રૂ. 22631નું ઈએમઆઈ દરમહિને ચૂકવવુ પડી શકે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here