Tuesday, July 28, 2026
HomeGujaratVadodaraટ્રેનોમાં પ્રવાસ કરતી મહિલાઓનો કિંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ ઝડપાયા

ટ્રેનોમાં પ્રવાસ કરતી મહિલાઓનો કિંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ ઝડપાયા

Date:

Related stories

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

CONGOR સ્પેશિયાલિટી પારસ હેલ્થકેરની વિકાસ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

હોસ્પિટલ ક્ષેત્રમાં માત્ર વિસ્તરણ અથવા કદ વધારવાથી જ વિકાસ...

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના...

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના...

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે...

600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર...

સ્વામી શિવાનંદજી એ ગામનાં લોકોની સમસ્યાનું સમાધાન કંઈ રીતે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સંસાર સંન્યાસ! સ્વામી શિવાનંદજી...

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

લાંબા અંતરની ટ્રેનોના રિઝર્વેશન કોચમાં પ્રવાસ કરતી મહિલાઓને ટાર્ગેટ કરી તેમના કિંમતી સામાનની ચોરી કરતી આંતર રાજ્ય ટોળકીના ત્રણ સભ્યોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે હરિયાણાનો એક શખ્શ વોન્ટેડ હોવાથી તેની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે લાંબા અંતરની ટ્રેનોમાં એસી કોચ અથવા સ્લીપર કોચમાં પ્રવાસ કરતી મહિલાઓના પર્સ સહિતનો કિંમતી સામાન ચોરી થવાની અનેક ઘટનાઓ બની હતી. જેના પગલે રેલવે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ એનાલિસિસ દ્વારા નવી દિલ્હીમાં રહેતી એક ટોળકી ટ્રેનોમાં ચોરી કરતી હોવાની વિગતો બહાર આવી હતી. રેલવે પોલીસ દ્વારા આ ટીમોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વડોદરા તેમજ દિલ્હીથી ત્રણ ચોરો વિરલ શ્યામનારાયણ યાદવ (રહે. વેસ્ટ કમલ વિહાર, ઉત્તર પૂર્વ દિલ્હી, મૂળ ઉત્તર પ્રદેશ), દીપક દેવાનંદ પંચાલ (રહે. રામનગર એક્સટેન્શન શાહદરા, ઇષ્ટ દિલ્હી) અને રાજુ મંગલપ્રસાદ મિશ્રા (રહે. નંદનગરી મહિલા કોર્ટ સામે, શાહદરા દિલ્હી મૂળ યુપી)ને ઝડપી પાડ્યા હતા.

આંતરરાજ્ય ગેંગના ત્રણે ચોરો પાસેથી આશરે સવા લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી વડોદરા રેલવે પોલીસમાં નોંધાયેલા એક ગુનામાં ત્રણેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલી ટોળકીના સભ્યો ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓનો કિંમતી સામાન ચોરી કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેઓની સામે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણામાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. રીઢા આરોપી હોવાથી કેટલાક ગુનામાં તેઓ વોન્ટેડ હતા અને પોલીસ તેઓને શોધખોળ કરતી હતી. દરમિયાન આ ગેંગના અન્ય એક સભ્ય હરિયાણાના પાનીપત ખાતે રહેતા રાજેશનું પણ નામ ખુલતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

CONGOR સ્પેશિયાલિટી પારસ હેલ્થકેરની વિકાસ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

હોસ્પિટલ ક્ષેત્રમાં માત્ર વિસ્તરણ અથવા કદ વધારવાથી જ વિકાસ...

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના...

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના...

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે...

600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર...

સ્વામી શિવાનંદજી એ ગામનાં લોકોની સમસ્યાનું સમાધાન કંઈ રીતે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સંસાર સંન્યાસ! સ્વામી શિવાનંદજી...

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here