રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું કે લોકતંત્ર અને દેશને બચાવવા માટે કોંગ્રેસ અને TDP સાથે મળીને કામ કરશે. TDPના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ દિલ્હીમાં નેશનલ કોન્ફરન્સ લીડર ફારૂખ અબ્દુલ્લા, NCP ચીફ શરદ પવાર અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. તેઓએ કહ્યું- અમારું લક્ષ્ય દેશ અને બંધારણને બચાવવાનું છે. જ્યારે તેની સાથે ગઠબંધન અને વડાપ્રધાન પદના ઉમેદવાર પર સવાલ પૂછવામાં આવ્યાં તો તેઓએ કહ્યું કે અમે તે અંગે બેસીને વાત કરીશું. નાયડૂ વિપક્ષ દળોના નેતાઓને મળવા માટે ગુરૂવારે સપ્તાહમાં બીજી વખત દિલ્હી પહોંચ્યા હતા.
મુલાકાત બાદ રાહુલ ગાંધી અને ચંદ્રબાબૂને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલે કહ્યું કે, “આપણે દેશનું ભવિષ્ય બચાવવાનું છે. કોંગ્રેસ અને TDP એક બીજા સાથે મળીને કામ કરશે. અમારી મુલાકાત સારી રહી. લોકતંત્ર અને સંસ્થાઓને બચાવવા માટે તમામ વિપક્ષ દળોની સાથે આવવું જોઈએ.”
– નાયડૂએ કહ્યું કે, “કોંગ્રેસ દેશના મુખ્ય વિપક્ષી દળ છે. અમે દિલ્હીમાં નહીં પરંતુ દેશમાં રચિ રાખીએ છીએ. દેશની ભલાઈ માટે કામ કરવા ઈચ્છીએ છીએ. લોકતંત્રને બચાવવા માટે કામ કરવા ઈચ્છીએ છીએ. અમારૂ લક્ષ્ય દેશ અને બંધારણને બચાવવાનું છે. કોણ વડાપ્રધાન બનશે, તે પછીની વાત છે. તે માટે અમે મળીને વાત કરીશું.”
માર્ચમાં એનડીએથી અલગ થઈ હતી TDP
ટીડીપી પહેલાં કેન્દ્રમાં સત્તારુઢ એનડીએમાં સામેલ હતી પરંતુ આંધ્ર માટે વિશેષ પેકેજની માંગણી કરીને પાર્ટીએ માર્ચમાં ગઠબંધન તોડવાનો નિર્ણય કર્યો હતો. ચંદ્રાબાબુએ મોદી સરકાર પર આંધ્રપ્રદેશની જનતા સાથે અન્યાય અને અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું છે કે, ભાજપે 2014માં લોકસભા ચૂંટણીમાં કરેલા વાયદા પૂરા નથી કર્યા.
ભાજપની રાજનીતિથી લોકતંત્રને ખતરોઃ નાયડૂ
– નાયડૂએ કહ્યું હતું કે અમે એક સરખા વિચાર રાખતાં પક્ષોને એકજૂટ કરી ભાજપનો વિકલ્પ તૈયાર કરવા માંગીએ છીએ. ભાજપની રાજનીતિ લોકશાહી માટે ખતરારૂપ છે. અમારું કર્તવ્ય છે કે દેશને આ ખતરાથી બચાવીએ. તેઓએ દાવો કર્યો હતો કે મને પહેલાં બે વખત વડાપ્રધાન પદની ઓફર મળી હતી પરંતુ મેં ઈન્કાર કરી દીધો. હવે TDPનો રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરવાનો સમય આવી ગયો છે.