Friday, June 5, 2026
HomeGujaratચોપડવા હાઇવે પર બન્યો ગંભીર બનાવ, છતાં બીજા દિવસે પણ ફરિયાદ ન...

ચોપડવા હાઇવે પર બન્યો ગંભીર બનાવ, છતાં બીજા દિવસે પણ ફરિયાદ ન નોંધાઈ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગાંધીધામ: ભચાઉનાં ચોપડા બ્રિજ પાસે મંગળવારે વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ વેન ટ્રેઈલરમાં ભરેલા લોખંડનાં સળિયા સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સ્કૂલ વેનમાં સવાર વિદ્યાર્થીઓ માંથી ૮ ને ઈજાઓ પહોંચી હતી.જ્યારે ૧૫ વર્ષીય એક વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલો એક બાળક હજુએ ગંભીર હોવાનું પોલીસે જણાવ્યુ હતું. આ બનાવને ૨૪ કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પોલીસની ઢીલી કામગીરી હોવાથી ફરિયાદ નોંધાઈ શકી ન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર સ્કૂલવેન નં જીજે ૧૫ સીજી ૭૮૪૯નાં ચાલક રાબેતા મુજબ નંદગામ, નાની ચિરઈ અને ગોકુળગામમાંથી બે છાત્ર અને ૭ વિદ્યાર્થીનીઓને લઈ શાળાએ જવા રવાના થયા હતા.

દરમિયાન ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર સવારના ૭ વાગ્યાંનાં અરસામાં તેમને અકસ્માત નડયો હતો. જેમાં ટ્રેઇલર અને સ્કૂલવાનનાં અકસ્માતથી વિધાર્થીઓનાં ચીસોથી હાઇવે ગુંજી ઉઠયો હતો. ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રિજ નજીક સ્કૂલવેનનાં ચાલકે સળિયા ભરેલા ટ્રેઈલર નં જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૩૨ને ઓવરટેક કરવા જતા ટ્રેઈલરમાં ભરેલા સળિયા સાથે સ્કૂલ વાન ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત થતા સ્કૂલ વાન પલટી ખાઈ જતા સ્કૂલવેનમાં સવાર કુલ ૯ વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માતના બનાવમાં શાંતિબેન રબારી અને સાહીન ફકીર નામના વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન ૧૫ વર્ષીય શાંતિબેન રબારીનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલની સ્થિતિએ સાહીન ગંભીર હાલતમાં જ સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો બીજી તરફ ફરિયાદ હજુ સુધી કેમ નથી તેવું જાણવા ભચાઉ પોલીસના પી.આઈ.નો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ રાબેતા મુજબ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ ભચાઉ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે ફરિયાદ નોંધાવવા માટે સવારથી અનેક પ્રયત્નો કર્યા છે પરંતુ કોઈ ફરિયાદ નોંધાવવા આવતું જ ન હોવાથી હજુ સુધી ફરિયાદ નોંધાઈ શકી ન હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here