Sunday, October 4, 2026
HomeGujaratAhmedabadભાજપના કોર્પોરેટરની મ્યુનિ.બોર્ડ બેઠકમાં જીભ લપસી, અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને...

ભાજપના કોર્પોરેટરની મ્યુનિ.બોર્ડ બેઠકમાં જીભ લપસી, અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને જયાં ફરવા જવું હોય ત્યાં જાય

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટરદશરથ પટેલની જીભ લપસી પડી હતી. શહેરમાં વરસાદે વેરેલી તારાજી ઉપર ચર્ચા કરવાના બદલે આ કોર્પોરેટરે અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને જયાં ફરવા જવુ હોય ત્યાં જાય એમ કહેતા વિપક્ષે આ બાબતનો ઉગ્ર વિરોધ કરતા મેયરે તેમને શાંત થવા કહયુ હતુ.થોડીવાર પછી ફરી ચર્ચા શરુ થતા મુળ વિષયને બાજુ ઉપર મુકી દેવામાં આવતા વિપક્ષના કોર્પોરેટરોએ બેઠકમાંથી વોકઆઉટ કરતા મેયરે બેઠક આટોપી લીધી હતી.શહેરમાં ત્રણ દિવસમાં દસ ઈંચ જેટલા પડેલા વરસાદને લઈ બુધવારે મળેલી મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચામાં વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહયુ, વીસ વર્ષથી ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને છે.આમ છતાં શહેરમાં ભારે વરસાદની સ્થિતિમાં ઝડપથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ શકે એ પ્રકારેની નકકર કામગીરી કરવામાં સત્તધારી પક્ષ સદંતર નિષ્ફળ રહયો છે. તમારા બાપુનગરના ધારાસભ્યને વરસાદી પાણીનો નિકાલ નહીં થવા બાબતમાં લોકોની માફી માંગવી પડે એ બાબત જ સત્તાધારી પક્ષની નિષ્ફળતા બતાવે છે. વરસાદ બંધ થયા પછી શહેરના મેયર કોર્પોરેટરો અને ધારાસભ્યોની બેઠક બોલાવો એમા પણ કોંગ્રેસના કોર્પોરેટરો અને ધારાસભ્યોને ના બોલાવો. આ મ્યુનિ.કોર્પોરેશન અને શહેરની બેઠક હતી.તમારા પક્ષની બેઠક હોય તો કમલમમા બોલાવો અમે કયાં ના પાડીએ છીએ. અમદાવાદમાં સમયસર વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકવાની બાબતમાં વિજિલન્સ તપાસ કરાવવા ઉપરાંત શહેરની પરિસ્થિતિ સંદર્ભમાં શ્વેતપત્ર બહાર પાડવાની વિપક્ષ તરફથી માંગ કરવામાં આવી હતી.રાણીપના કોર્પોરેટર દશરથ પટેલને અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રતિભા જૈને બોલવા ઉભા કરતા તેમણે બફાટ શરુ કર્યો હતો.રાણીપના કોર્પોરેટરે કહયુ,કોંગ્રેસના શાસનમાં તો ફરવા માટે માત્ર એક લો-ગાર્ડન હતો.ભાજપના શાસનમાં ૨૯૩ બગીચા છે.આપણે મળવુ હોય તે બગીચામાં મળી શકાય.શહેરમાં ઘણાં બગીચા હોવાથી લોકોને જયાં ફરવા જવુ હોય ત્યાં જાય.આ એક નિવેદન ઉપર મ્યુનિ.બોર્ડ બેઠક વિપક્ષના હોબાળા બાદ મુલ્તવી રાખવી પડી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here