Friday, June 5, 2026
HomeIndiaકદાવર નેતાએ ભાજપને આપી વણમાગી સલાહ કે કંગના રણૌતને તગેડી મૂકો

કદાવર નેતાએ ભાજપને આપી વણમાગી સલાહ કે કંગના રણૌતને તગેડી મૂકો

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પત્રકારો સાથે વાતચીત કરતાં દરમિયાન હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે.’જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલે ભારતીય જનતા પાર્ટીને શીખ સંપ્રદાયના મામલે દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ તેઓએ આગામી હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોને ભાજપને હરાવવાની અપીલ કરી છે. તેઓએ બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડીથી સાંસદ કંગના રણૌતને પણ ભાજપથી બહાર કરવાની માંગ કરી છે. આ સાથે જ તેઓએ ED ની કાર્યવાહીને લઈને પણ પ્રશ્ન કર્યા છે. ટ્રિબ્યુન અનુસાર, શહીદ બાબા જંગ સિંહ ગુરૂદ્વારા પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેઓએ હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે. ભાજપ સરકાર પોતાનું કામ કરવામાં અસફળ રહી છે અને તેણે હવે શીખોના મામલે દખલગીરી ન કરવી જોઈએ.’

કંગના રણૌત પર પણ કર્યા સવાલ :

મલિકે મંડીથી સાંસદ કંગના રણૌત પર પણ સવાલ કર્યા છે. તેમણે કંગનાને રાજનૈતિક રૂપે અપરિપક્વ ગણાવી હતી, સાથે જ કહ્યું કે, તે પાર્ટીમાં રહેવા લાયક નથી અને ભાજપે તેને બહાર કરી દેવી જોઈએ. આ સિવાય તેઓએ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના પણ જોરદાર વખાણ કર્યાં છે. તેઓએ કહ્યું, ‘મારા કાર્યકાળ દરમિયાન આતંકવાદી શ્રીનગર પહોંચવાની હિંમત નહતા કરતાં, પરંતુ હવે તે સેના પર હુમલા કરી રહ્યા છે અને કોઈ પ્રભાવી શાસન નથી. ભાજપ દિલ્હી અને શ્રીનગર બંને જગ્યાએ અસફળ રહી છે.’ નોંધનીય છે કે, મલિક ઓગસ્ટ 2018 થી લઈને ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતાં. જમ્મુ અને કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી થવાવી છે, જેના પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here