Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં ડેન્ગ્યુનો હાહાકાર: અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત

ગુજરાતમાં ડેન્ગ્યુનો હાહાકાર: અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગત 15 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં અમદાવાદમાં 688 કેસ, વડોદરમાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેંગ્યુના લીધે અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે સુરતમાં 1 મહિલાનું થયું છે. જોકે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 345 કેસ નોંધાયા હતા. સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 174 જ્યારે અસારવા સિવિલમાં પાંચ દિવસમાં 61 કેસ નોંધાયા છે. અસારવા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં ઓપીડીમાં 23058 દર્દી નોંધાયા છે જ્યારે 1998 દર્દીને દાખલ કરાયા છે. ડેન્ગ્યુના ગત મહિને 247 કેસ હતા, જેની સરખામણીએ છેલ્લા પાંચ દિવસમાં 61 દર્દી નોંધાયા છે. સિવાય છેલ્લા પાંચ દિવસમાં મલેરિયાના 10, ઝેરી મલેરિયાના 1, ચિકનગુનિયાના ચાર, બાળકને ડેન્ગ્યુના 16, વાયરલ ફિવરના 68 કેસ નોંધાયા છે. ગત સમગ્ર મહિનામાં મલેરિયાના 101, ચિકનગુનિયાના 39, વાયરલ ફિવરના 962 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બાવન વર્ષીય મહિલાને સ્વાઇન ફ્‌લૂને પગલે શુક્રવારે દાખલ કરાઇ હતી. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ પ્રદૂષિત પાણી કારણભૂત હોવાનું તારણ સામે આવ્યુ છે. આઠ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પાડવામાં આવતા પાણી ઉપરાંત બોરવેલના પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી 969 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સૌથી વધુ અસર જોવા મળી છે. ડેન્ગ્યુના કેટલાક દર્દીઓની પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 50,000 કરતાં ઓછું હોવું જીવલેણ સાબિત થઇ શકે છે. તેથી જ આહાર અને યોગ્ય સારવારની સલાહ આપવામાં આવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here