Thursday, June 25, 2026
HomeGujaratસુરતના સુમુલ ડેરી રોડ પર જગન્નાથ થીમ પર ગણેશની સ્થાપના,ગણેશ મંડપમાં રેપ...

સુરતના સુમુલ ડેરી રોડ પર જગન્નાથ થીમ પર ગણેશની સ્થાપના,ગણેશ મંડપમાં રેપ અટકાવવા માટે બેનર લગાવ્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આવતીકાલ શનિવારથી સુરતમાં દબદબાભેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદા-જુદા ગણેશ આયોજકો નીતનવી થીમ પર શ્રીજીની સ્થાપના કરી રહ્યાં છે. તેમાં સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી એક સોસાયટીના આયોજકોએ જગન્નાથ થીમ પર શ્રીજીની સ્થાપના કરી છે અને રથયાત્રા જેવો રથ બનાવવા સાથે શ્રીજીની પ્રતિમા પણ જગન્નાથ જેવી બનાવી છે. આ ઉપરાંત હાલમાં કોલકત્તાની ઘટના બાદ લોકોમાં રેપ અંગેની જાગૃતિ માટે પણ આયોજકો નવી જ થીમ લાવી રહ્યાં છે તે પણ એકદમ યુનિક રાખવામા આવ્યો છે. સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીના ગણેશ આયોજકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની ઉજવણી ઈકો ફ્રેન્ડલી કરવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળના કોલકત્તામાં તબીબ પર રેપની ઘટના બની તેના દેશમાં ભારે પડઘા પડી રહ્યાં છે. ગુજરાતમાં પણ આવી ઘટના બને છે તેના માટે કંઈક જુદી રીતે જ લોક જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. આ ગણેશ મંડપમાં રેપ અટકાવવા માટે જાગૃતિ માટે પણ કંઈ યુનિક કરવામાં આવ્યું હોવાનો દાવો આયોજકો કરે છે. આયોજક એવા યશેશ પરમાર કહે છે, હાલમાં જે રીતે રેપની ઘટના બની રહી છે તે જોતા લોકોમાં જાગૃતિ જરૂરી છે હાલમાં લોકો દિકરીનું રક્ષણ કરવા માટે અપીલ કરે છે પરંતુ અમે મંડપમાં એવા બેનર લાગ્યા છે કે છોકરીનું રક્ષણ કરવાના બદલે તમારા પુત્રને શિક્ષિત કરો. એ કહેવા પાછળનો એર્થ એવો છે કે છોકરાઓ શિક્ષિત રહેશે તો આવા પ્રકારનું કૃત્ય કરતા અચકાશે. આ ઉપરાંત દિકરીને કોમળ નહીં પરંતુ આવી ઘટનામાં સામનો કરી જવાબ આપે તેવી તાલીમ આપો તેવું પણ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત દર વર્ષની જેમ યુનિક થીમ પર જ ગણેશજીની સ્થાપના કરવામા આવી છે. છેલ્લા કેટલાક વખતથી જગન્નાથ રથયાત્રાનો ક્રેઝ વધી રહ્યો છે. તેથી આ વર્ષે અમે જગન્નાથ રથયાત્રા થીમ પર શ્રીજીની સ્થાપના કરી છે. રથયાત્રામાં ઉપયોગમાં આવે તેવો રથ ઈકોફ્રેન્ડલી તૈયાર કરવામાં આવ્યો છે. અને તેમાં શ્રીજીની પ્રતિમા પણ જગન્નાથ સ્વરૂપે મુકવામાં આવ્યા છે. ગણેશજી જગન્નાથના સ્વરૂપમાં હોય તેવુ ભાગ્યે જ બને છે તેથી ગણેશજી અને જગન્નાથ બન્ને એક હોય તેવું દર્શન ભક્તોને થશે. મંડળના દિવ્યેશ પટેલ કહે છે, અમારા ગણેશ મંડળ દ્વારા ગણેશજીની આરાધના સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામા આવે છે. દર વર્ષે અમે ભક્તોને તુલસીના રોપાનું વિતરણ કરીએ છીએ આ વર્ષે વધુ ઓક્સિજન આપે તેવા રોપાનું વિતરણ કરીશું તેની સાથે લોકોને પર્યાવરણની જાળવણી માટેનો સંદેશો પણ આપવામા આવશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here