Monday, October 5, 2026
HomeGujaratઊંઝા ખાતે મા ઉમિયાના ધજા મહોત્સવનો આજથી પ્રારંભ, 11,111 ધજા ચડાવવામાં આવશે

ઊંઝા ખાતે મા ઉમિયાના ધજા મહોત્સવનો આજથી પ્રારંભ, 11,111 ધજા ચડાવવામાં આવશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઊંઝા ખાતે મા ઉમિયાના ધજા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે સવારે મુખ્યમંત્રીના હસ્તે આ મહોત્સવનો શુભારંભ થયો હતો. જેમાં ઉમા બાગથી 1868 બહેનોએ વિશાળ ઝવેરા યાત્રા કાઢી માતાજીના મંદિરે પહોંચી હતી. ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક મંદિર ઉપર ભાદરવા સુદ નોમથી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે બુધવારે સવારે મુખ્યમંત્રી ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે. ઉમિયા બાગ ખાતે ઉછમણીના દાતાઓનો સન્માન સમારંભ યોજાયા બાદ ઉમા બાગથી 1868 બહેનોની વિશાળ ઝવેરા યાત્રા નિકળી અને માતાજીના મંદિરે પહોંચી છે. મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર પર વિજય ઘ્વજ, મુખ્ય શિખ ધજા, શિખરના ચાર દિશાની ચાર ધજા તથા રંગમંડપની ચાર ધજાઓ ચડાવીને ધજા મહોત્સવનો શુભારંભ કરવામા આવ્યો છે. મહોત્સવ દરમિયાન સાત દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ મા કુળદેવી અખંડ સ્વરુપા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવશે. મંદિરની સ્થાપના વર્ષ 1868 માં થઈ હોવાથી 1868 ધજા ઉપરાંત 11,111 ધજા ચડાવવામાં આવશે.

ક્રમબદ્ધ ધજા ચઢાવવામાં આવશે :

ભાદરવી નોમના રોજ સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાત દિવસ સુધી ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાત દિવસ વહેલી સવારે મંદિરમાં મંગળા આરતી બાદ ધજાઓ શિખર પર ક્રમબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે ચડાવવામાં આવશે. સાંજે મંદિરમાં આરતી બાદ ધજા ચડાવવાના કાર્યક્રમને વિરામ અપાશે. ધજા લઈને આવનાર શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરાશે.ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શ્રદ્ધાળુઓને નાસ્તો, પાણી, ચા ઉપરાંત ભાજન પ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. સંસ્થાના માનદ્‌ મંત્રી, ટ્રસ્ટી મંડળ અને વિવિધ કમિટિ દ્વારા ધજા મહોત્સવના આયોજનની વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે. ઉમિયા માતા મંદિરના પ્રાંગણમાં ઢોલ નગારા અને ભુંગળના નાદ સાથે સ્વાગત કરાયા હતાં. ધજા મહોત્સવમાં ભાગ લેવા માટે 250 કરતાં વધારે સંઘો અને મંડળો જોડાશે. અંદાજે 20 લાખ શ્રદ્ધાળુઓ મા ઉમિયા માતાજીના દર્શન કરવા પધારશે. પગપાળા પધારનાર ભક્તોની સેવા માટે ઊંઝાની ચારેબાજુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાની વિવિધ 40 કમિટી કાર્યક્રનનું સંચાલન કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here