Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadચિકનગુનિયા થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઈ શકે ,અમદાવાદમાં તાવના...

ચિકનગુનિયા થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઈ શકે ,અમદાવાદમાં તાવના રોજના 6 હજારથી વઘુ દર્દી

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

અહમદાબાદ : ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો થઈરહ્યો છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના કેમ બમણા થઈ ગયા છે. ચિકનગુનિયા સાથે એન્સેફેલાઇટિસ હોય તો કિડની, મગજ જેવા અંગોને નુકસાન થવાનું પણ જોખમ રહે છે.સામાન્ય રીતે ડેન્ગ્યુ કરતાં ચિકનગુનિયાના કેસ 10 ગણા ઓછા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચિકનગુનિયાના 30 ટકાથી વઘુ કેસ નોંધાયા છે. હાલ જે સત્તાવાર આંકડા સામે આવી રહ્યા છે તેના કરતાં પણ ચિકનગુનિયાના કેસ અનેકગણા વધુ છે. આ વખતે ચોમાસા દરમિયાન ચિકનગુનિયાના કેસમાં બમણી ગતિએ વધારો થવા લાગ્યો છે. ડૉક્ટરોના મતે આ વખતે કેટલાક દર્દીઓમાં ચિકનગુનિયાની સાથે એન્સેફેલાઇટિસ પણ જોવા મળે છે. આ દર્દીઓમાં ચિકનગુનિયા જેવા જ તાવ, સાંધાના દુખાવા, ફોલ્લીઓ થવાના લક્ષણો હોય છે. આ પછી બીજા સપ્તાહમાં બળતરા મગજ સુધી પહોંચવા લાગે છે.

ચિકનગુનિયાના લક્ષણો :

જેના કારણે દર્દી અશક્તિ, વધુ ઉંઘ આવવી, ચાલવામાં સમસ્યા, અનિયમિત યુરિનરી જેવી ફરિયાદ કરે છે. દિલ્હીમાં આ પ્રકારના લક્ષણ સાથેના દર્દીના સેમ્પલ જોવા મળ્યા છે તેને પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વિરોલોજીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. જેના આધારે વાયરસ મ્યુટેશન છે કે ચિકનગુનિયાનો કોઈ નવો સ્ટ્રેઇન તે સ્પષ્ટ થશે. આ પ્રકારના કેસનું પ્રમાણ હાલ દેશમાં ખૂબ જ ઓછું છે. પરંતુ આ ગંભીર પ્રકારની બીમારીને ‘ગુઇલિયન બેર સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે. જેમાં ચેતાતંતુઓને અસર થવા ઉપરાંત ભારે અશક્તિ આવવી, પેરાલિસિસ થવાનું જોખમ પણ રહે છે. કેટલાક દર્દીઓ એવા પણ છે જેમને ભારે અશક્તિ આવવાથી ચાલતાં-ચાલતાં પડી જાય છે.આ અંગે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, ‘આપણે ત્યાં આ વખતે ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના કેસ ખૂબ જ વધારે જોવા મળ્યા છે. જૂન સુધી ચિકનગુનિયાના કેસ પ્રમાણમાં ઓછા હતા. પરંતુ હવે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દર વર્ષે ડેન્ગ્યુ કરતાં 10મા ભાગના ચિકનગુનિયાના કેસ હોય છે. જોકે, આ વખતે ચિકનગુનિયાના કેસ પણ વધારે જોવા મળે છે. ગત વર્ષ કરતાં ચિકનગુનિયાના કેસમાં 30 ટકાથી વઘુ વધારો જોવા મળ્યો છે. ચિકનગુનિયા એન્સેફેલાઇટિસના કેસ આપણે ત્યાં હજુ વધારે જોવા મળ્યા નથી. આ વાયરસ શરીરના કોઈપણ ઓર્ગનને જોખમ પહોંચાડી શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે દર્દીને તેનું નિદાન મોડું થાય તો તકેદારી જરૂરી છે. ’ ચિકનગુનિયાથી મગજને અસર થઈ હોય તેવા કેસ ગુજરાતમાં હજુ સુધી નોંધાયા નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, દિલ્હી-મહારાષ્ટ્રમાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે, જેમાં ચિકનગુનિયાથી મગજને અસર થતાં દર્દીને ચાર-પાંચ દિવસ તો કેટલાક કિસ્સામાં 8-10 દિવસ આઇસીયુમાં સારવાર આપવી પડી છે. આ દર્દીના મગજનું સ્કેન કરાતાં તેમાં મગજમાં સોજો જોવા મળ્યો હતો.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here