Monday, October 5, 2026
HomeGujaratAhmedabadપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ : 12,000થી વધુ પોલીસ ખડેપગે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આગામી સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ કરાયા છે. જેના બદલે વાહનચાલકોને અન્ય રૂટનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે. બીજી તરફ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના જુલુસના કાર્યક્રમના પગલે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 12 હજાર પોલીસ કર્મચારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન બે હજારથી વધુ પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.

આગામી 16મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સાથે સોમવારે સવારે 10 વાગ્યાથી વસ્ત્રાપુર અને આસપાસના કેટલાંક રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. જેમાં એનએએફડી ચાર રસ્તાથી દુરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી એનએએફડી સર્કલ સુધીનો રસ્તો પણ તમામ વાહનોના અવરજવર માટે બંધ રહેશે. જ્યારે વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત,આગામી 17મી સપ્ટેમ્બરના રોજ શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલુસ પણ આયોજીત હોવાથી શહેરમાં 12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, ડ્રોનથી સર્વલન્સ, શહેરમાં સીસીટીવીથી નજર રાખવા માટે પોલીસ કંમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here