Friday, June 5, 2026
HomeIndiaસુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી પડી દખલ

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી પડી દખલ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન (ડીડીએ)ને અવમાનના નોટિસ ફટકારવામાં આવતા સર્જાયેલા વિવાદની સુનાવણી હવે દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ કરશે. આ વિવાદ સુપ્રીમ કોર્ટના સિનિયર જજ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેન્ચ વચ્ચે સર્જાયો હતો.જૂન-જુલાઈ દરમિયાન જસ્ટિસ એ.એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે દિલ્હીના રિજ વિસ્તારમાં 422 વૃક્ષો કાપવાના મામલે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને અવમાનનાની નોટિસ ફટકારી હતી. આ સાથે, બેન્ચે ટિપ્પણી કરી હતી કે દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે અસંવેદનશીલતા દર્શાવી છે. કોર્ટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ નિર્માણ માટે સધર્ન રિજના આરક્ષિત જંગલ વિસ્તારમાં 422 વૃક્ષો કાપવાની મંજૂરી આપવા બદલ પણ સરકારની ઝાટકણી કાઢી હતી. બેન્ચે ડીડીએના વાઇસ ચેરમેન સામે પણ કડક કાર્યવાહી કરી હતી.બીજી તરફ રસ્તો પહોળો કરવાના પ્રોજેક્ટ માટે રિજ વિસ્તારમાં 1,100 વૃક્ષો કથિત રીતે કાપવાના કેસમાં DDAના વાઈસ ચેરમેન વિરુદ્ધ સુઓ મોટો થઈ હતી. જેને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સમાન અવમાનના કેસની સુનાવણી પહેલાંથી જ ચાલી રહી હતી.જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બીજી બેન્ચે 24 જુલાઈના રોજ જસ્ટિસ ઓકાની બેન્ચ દ્વારા અવમાનનાની અરજીને ધ્યાનમાં લેતા નોટિસ જારી કરવા મુદ્દે ન્યાયિક યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે જ્યારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચ સમાન કેસની સુનાવણી કરી રહી છે, ત્યારે આ બેન્ચ દ્વારા નિર્ણય સંભળાવવો કેટલી હદે યોગ્ય છે? જસ્ટિસ ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, “જ્યારે એક બેન્ચ અવમાનનાની કાર્યવાહી સંબંધિત અરજીની સુનાવણી કરી રહી છે, ત્યારે શું બીજી બેન્ચે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ?” જસ્ટિસ ગવઈની ન્યાયિક યોગ્યતાના પ્રશ્ને સુપ્રીમ કોર્ટમાં નવો વિવાદ છેડાઈ ગયો હતો.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કર્યો હસ્તક્ષેપ :
વિવાદ વકરતાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કેસમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને જસ્ટિસ ઓકાના નેતૃત્વ હેઠળની બેન્ચમાં ચાલતો આ કેસ ત્રણ જજ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. CJIની આગેવાની હેઠળની બેન્ચ સતબારીમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો માટે હોસ્પિટલ અને સાર્ક યુનિવર્સિટી માટે રસ્તાના નિર્માણ સંબંધિત વૃક્ષો કાપવા બદલ DDA સામે કાર્યવાહીની માંગ કરતી અવમાનનાની અરજી પર ચુકાદો આપશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here