Saturday, July 25, 2026
HomeIndiaહરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 3 યુવકનાં મોત

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 3 યુવકનાં મોત

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા ગેંગ વચ્ચે ગેંગવોર થઈ છે. ગુરુવારે (20મી સપ્ટેમ્બર) રાત્રે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ રોહતકના સોનીપત રોડ નજીક પાંચ યુવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ફાયરિંગમાં ત્રણ યુવકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ત્રણેય મૃતકોની ઓળખ જયદીપ (30), અમિત નાંદલ (37) અને વિનય (28) તરીકે થઈ છે. આ તમામ બોહર ગામના રહેવાસી છે. જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ અનુજ (29) અને મનોજ (32) તરીકે થઈ છે. બંને રોહતકના આર્ય નગરના રહેવાસી છે. અહેવાલો અનુસાર, પોલીસ આ ગોળીબારની ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ આ ઘટનાને 10 મહિના પહેલા સુનારિયા જેલમાં ગેંગસ્ટર રાહુલ બાબા પર થયેલા હુમલાનો બદલો માની રહી છે. આ ઘટના બાદ તરત જ સોશિયલ મીડિયા પર રાહુલ ઉર્ફે બાબાના નામે એક પોસ્ટ મૂકીને ઘટનાની જવાબદારી લીધી હતી. રાહુલ બાબા હાલ જામીન પર જેલની બહાર છે અને બે દિવસ પહેલા બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજે જે કંઈ પણ થયું છે, તેની સંપૂર્ણ જવાબદારી આઝાદ ગેંગ લે છે. જય ભવાની.’ પોસ્ટમાં રાહુલ બાબા, કાલા, પ્રવીણ દાદા અને અનિલ છિપી નામ હેશટેગ સાથે આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 29મી ડિસેમ્બર 2023ના સુનારિયા જેલમાં ગેંગસ્ટર રાહુલ બાબા પર જીવલેણ હુમલો થયો હતો. જેલની કેન્ટીન પાસે ચાર કેદીઓએ રાહુલ બાબા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. રાહુલને સારવાર માટે પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો હતો.

રાહુલ પર હુમલાનો આરોપ પલોટરા ગેંગ પર લાગ્યો :
રાહુલ પર આ હુમલાનો આરોપ સુમિત પલોટરા ગેંગ પર હતો. પોલીસે જે ચાર કેદીઓ વિરુદ્ધ હુમલાનો કેસ નોંધ્યો હતો તેમાં કિલોઈના રહેવાસી ભગત સિંહ ઉર્ફે ભગતા, મોખરાના સોહિત ઉર્ફે રાંચો, મોખરા ખાસના વિક્રાંત અને ઝજ્જરના છારા ગામના અરુણ ઉર્ફે ભોલુનો સમાવેશ થાય છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ એફએસએલ નિષ્ણાત ટીમે પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસે તેને ગેંગ વોરનો મામલો ગણાવ્યો છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here