Thursday, October 1, 2026
HomeIndia'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં' સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ...

‘ધર્મના આધારે અનામત આપી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ બંગાળે કર્યો બચાવ

Date:

Related stories

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળમાં અનેક જાતિઓને આપવામાં આવેલા ઓબીસીનો દરજ્જા પર સુનાવણી કરતાં સોમવારે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. કલકત્તા હાઈકોર્ટે 2010થી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવેલી અનામત રદ કરતાં આ નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે આ નિવેદન આપ્યું હતું.હાઈકોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અનામત ધર્મના આધારે આપી શકાય નહીં. જેની સામે દલીલ કરતાં રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ અનામત ધર્મના આધારે આપવામાં આવી નથી, પરંતુ તે પછાતપણાંના આધારે નિર્ધારિત કરવામાં આવી છે.કલકત્તા હાઈકોર્ટે 2010થી વિવિધ જાતિને ઓબીસીનો દરજ્જો ફાળવી આપવામાં આવેલી અનામત રદ કરી હતી. જેનો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થોમાં દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું જણાવી અનામતને ગેરકાયદે ઠેરવી હતી. હાઈકોર્ટના આ ચુકાદાને પડકારતાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.હાઈકોર્ટે એપ્રિલ, 2010 અને સપ્ટેમ્બર, 2010 વચ્ચે 77 કેટેગરીઓને આપવામાં આવેલી અનામતને રદ કરી દીધી હતી. તેણે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) (સેવાઓ અને પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓનું અનામત) અધિનિયમ, 2012 હેઠળ ઓબીસી તરીકે અનામત માટેની 37 કેટેગરીને પણ રદ કરી હતી.હાઈકોર્ટના નિર્ણયને ખોટો ઠેરવતાં વરિષ્ઠ વકીલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાઈકોર્ટના આ નિર્ણયથી શાળા-કોલેજોમાં અભ્યાસ કરવા ઈચ્છુક લાખો વિદ્યાર્થીઓના અધિકારો પર અસર થશે. સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનોને પ્રતિકૂળ અસર કરશે. જેથી આ મુદ્દે વચગાળાનો આદેશ આપવા અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવા અપીલ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે વિગતવાર સુનાવણી 7 જાન્યુઆરીના રોજ કરશે. 5 ઓગસ્ટના રોજ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઓબીસી સૂચિમાં સમાવિષ્ટ નવી જાતિઓની સામાજિક અને આર્થિક પછાત અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં તેમના અપૂરતા પ્રતિનિધિત્વ અંગેના આંકડાકીય માહિતી આપવા જણાવ્યું હતું.

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here