Wednesday, August 5, 2026
HomeGujaratપોલીસનું ઓપરેશન ‘બોગસ ડૉક્ટર’ સુરતમાં 36 કલાકમાં 64 જગ્યાએ દરોડા, : 14...

પોલીસનું ઓપરેશન ‘બોગસ ડૉક્ટર’ સુરતમાં 36 કલાકમાં 64 જગ્યાએ દરોડા, : 14 બોગસ ડોક્ટરની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...
બોગસ ડૉક્ટર

સુરત શહેરમાં એક પછી એક બોગસ ડૉક્ટરોના કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસે ડિગ્રી વગરના ડૉક્ટરોને ઓળખી તેની ધરપકડ કરવા માટે ત્રણ જુદા-જુદા વિસ્તારોમાં 36 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 64 જેટલાં સ્થળોએ તપાસ કરતાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 જેટલા બોગસ ડોક્ટર મળી આવ્યા, જે કાં તો બીજા ડૉક્ટરની ડિગ્રી પર કાં તો બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેર પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરી અત્યાર સુધીમાં અનેક બોગસ ડોક્ટરોને ઉઘાડા પાડવામાં આવ્યા છે. ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડાં કરી આ ઝોલાછાપ ડૉક્ટરો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હજુ માત્ર ત્રણ દિવસ પહેલાં જ પોલીસે લિંબાયતમાંથી બોગસ ડોક્ટરને ઝડપ્યો ત્યારે હાલ ગોડાદરા વિસ્તારમાંથી સાત બોગસ ડોક્ટર અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ચાર બોગસ તથા સચિનમાંથી ત્રણ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.ACP નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ સર્ટિફિકેટ વગર એલોપેથીની દવાઓ આપી રહ્યા છે, જેની જાણકારીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના આઈ ડિવિઝન વિસ્તારમાં ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોગ્ય વિભાગની ટીમ સાથે ભેસ્તાન વિસ્તારમાં 22 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું. સચિન વિસ્તારમાં 8 સ્થળે તપાસ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરો મળી આવ્યા, જેમાંથી કેટલાક પાસે ડિગ્રી નથી અથવા સરકાર માન્ય ડિગ્રી નથી.તેઓએ જણાવ્યું કે, અનેક ડોક્ટરો બીજા ડોક્ટરોની ડિગ્રી પોતાના ક્લિનિક પર લગાવીને પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ ક્લિનિકમાં ડિગ્રી ધરાવતા ડોક્ટર માત્ર પાર્ટ ટાઈમ વિઝિટ કરતા હતા અને તેમને બોલાવવામાં આવતાં જ તેઓ ત્યાં સેવા આપતા હતા. આ બોગસ ડોક્ટરો ડિગ્રી ધરાવતા ડોક્ટરોની ડિગ્રીનો ઉપયોગ કરીને પોતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં બાયોમેડિકલ વેસ્ટ નિકાલ માટેના સર્ટિફિકેટનો ઉપયોગ કરીને મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી.

માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ થશે રિલીઝ

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here