Sunday, August 9, 2026
HomeGujaratમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત વિશાલા રેસ્ટોરન્ટ ખાતે વિશ્વ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત વિશાલા રેસ્ટોરન્ટ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

વિશ્વ રંગભૂમિ દિવસે અમદાવાદ સ્થિત વિશાલાને ૪૮માં વર્ષ પ્રવેશ કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, છેલ્લા ૫ દાયકાથી વિશાલાએ ગુજરાતના કલા-સંસ્કૃતિ-કસબને જાળવવાનો ઉપક્રમ સર્જ્યો છે એ ખૂબ જ સરાહનીય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘વિકાસ ભી વિરાસત ભી’નો મંત્રને આ કાર્યક્રમ થકી સાકાર થયો છે. વિશ્વ રંગભૂમિ દિવસના અવસરે કલા-પરંપરા સાથે જોડાયેલા કલાકારોને સન્માનિત કરવાનો અવસર મને મળ્યો છે. એટલું જ નહિ, આજનો આ સન્માન સમારોહ દરેક કલાકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર પણ છે.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, ‘વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ, નિર્માણાધીન ખુરશી મ્યુઝિયમ, ગાંધીમિત્ર એવોર્ડનું વિતરણ સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન કરવું એ વિશાલાની પરંપરા રહી છે. આ સાથે વિશાલા દ્વારા રંગભૂમિના કલાકારોના સન્માન કરવામાં આવી રહ્યું છે એ પણ એક સરાહનીય પહેલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ આયોજન બદલ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ તેમજ ટીમ વિશાલાને અભિનંદન પણ પાઠવ્યા હતા.રંગભૂમિના યોગદાન વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાટક એવી સક્ષમ કલા છે જે મનોરંજનથી ઉપર ઊઠીને સમાજમાં ક્રાન્તિ ફેલાવી શકે છે. દેશમાં સુધારાની ચળવળ હોય, સ્વતંત્રતાનો સંગ્રામ હોય કે પછી જનજાગૃતિ હોય, રંગભૂમિના કલાકારોએ હંમેશાં સમાજ માટે મોટી જવાબદારીઓ નિભાવી છે અને સમાજમાં ક્રાન્તિકારી પરિવર્તનો લાવવામાં રંગભૂમિએ ખુબ મોટું યોગદાન આપ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા વિવિધ અભિયાનો અંગે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત-સ્વસ્થ વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે અને સ્વચ્છ ભારત અભિયાન, જળસંરક્ષણ માટે કેચ ધ રેઈન, પર્યાવરણ-જાળવણી માટે એક પેડ માં કે નામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે મેદસ્વીતા-મુક્ત ભારતનું આહવાન કર્યું છે ત્યારે સૌ કલાકાર આ અભિયાનોને નાટક, સ્ટ્રીટ-પ્લે, સ્કીટ જેવા પ્રયોગોથી વધુને વધુ લોકો સુધી પહોંચાડશે અને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતી રંગમંચના ૧૧ પ્રખર કલાકારો જેમ કે, શ્રી રાગિની શાહ, શ્રી હરીશ ભિમાણી, શ્રી સિધ્ધાર્થ રાંદેરિયા, શ્રી જૈમિની ત્રિવેદી શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ, શ્રી દીપ્તિ જોષી બ્રહ્મભટ્ટ, શ્રી જપસ્વીની શુક્લ, શ્રી વિહંગ મહેતા, શ્રી સતીશ દેસાઈ, શ્રી એસ.એ. કાદરી, શ્રી સ્મિતા શર્મા તેમજ યુવા કલાકારો શ્રી કરણ પટેલ અને શ્રી જીયા ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર પદ્મશ્રી તુષાર શુક્લ તેમજ કલાગુરુ ઈલાક્ષી ઠાકોરનુ પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનિત થયેલા કલાકારો તેમજ સૌને વિશ્વ રંગભૂમિ દિનની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.આ પ્રસંગે વિશાલના ઓનર શ્રી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ૨૭મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલા થીમ રેસ્ટોરન્ટનો જન્મદિવસ એક યોગાનુયોગ છે. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા અને એના સાથે મળી ભોજન કરવાનો એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટેનું એવોર્ડ સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, વિચાર ટ્રસ્ટ અને વિશાલા છેલ્લા સતત ૧૨ વર્ષથી એવોર્ડ સમારોહનું આયોજન કરતું આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશાલામાં આવેલા સંગ્રહાલયની મુલાકાત લીધી હતી તેમજ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું મયુર નૃત્ય પણ નિહાળ્યું હતું.આ અવસરે શ્રી પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી જીતુભાઈ વાઘાણી,વિશાલા તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો, રંગમંચના કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here